થાનગઢમાં પ્રેમ પ્રકરણમાં પિતા–પુત્રની હત્યા

  • November 07, 2024 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોઈ તેમ બે દિવસમાં ત્રણ હત્યાના બનાવ નોંધાયા છે. થાનગઢમાં ગત મોડી રાત્રીના પિતા–પુત્ર ઉપર છરી વડે હત્પમલો કરતા બંનેના મોત નિપજતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પુત્ર પારકી પરણેતરને ભગાડી લઇ આવ્યો હોઈ અને બંને મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા જેનું મન દુ:ખ રાખી પરિણીતાનો ભાઈ, પતિ અને કાકાજી સસરાએ મળી ખૂની ખેલ ખેલ્યો હતો. બનાવના પગલે થાનગઢ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
હત્યાના બનાવની મળતી વિગત મુજબ થાનગઢના પાવટી રોડ પર રામધણી નેશમાં રહેતા અને સીમમાં આવેલી રમેશભાઈની વાડીએ ભાગિયું રાખી ખેતીકામ કરતા ઘુઘાભાઈ દાનાભાઇ બજાણીયા (કોળી)(ઉ.વ.૬૦) તેમના પત્ની અને પુત્ર ભાવેશ (ઉ.વ.૩૫) સહિતના રાત્રીના એકાદ વાગ્યે વાડીએ હતા ત્યારે વરમાતર ગામે રહેતા દિનેશ શાપરા તેના કાકા જેશા શાપર અને મનડાહર ગામે રહેતો દિનેશ સાબરીયા ત્રણેય લાકડી અને છરી સાથે વાડીમાં ઘુસી બહાર ખાટલે સુતેલા ઘુઘાભાઈ ઉપર હત્પમલો કરી છરીના ઘા ઝીકી દીધા હતા બાદમાં અંદર ઓરડામાં સુતેલા ભાવેશને લાકડી વડે આડેધડ મારમારી છરી ઝીકી દેવાતા બંને પિતા પુત્ર લોહીલુહાણ હાલતમાં ઢળી પડા હતા. દેકારો થતા આસપાસના વાડીમાં રહેતા ખેડૂતો સહિતના દોડી આવ્યા હતા અને બંનેને થાનની સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બંનેના મોત થયા હતા. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાનગઢ પોલીસને કરતા પોલીસ રાજકોટ સિવિલ ખાતે પહોંચી જરી કાર્યવાહી કરી હતી.
જેની હત્યા થઇ એ ઘુઘાભાઈ સાતેક વર્ષથી થાનની સીમમાં આવેલી રમેશભાઈની વાડી ભાગિયામાં રાખી વાવતા હતા. સંતાનમાં ત્રણ પુત્રો છે જેમાં ભાવેશ સૌથી નાનો હતો એ પણ ખેતીકામમાં મદદ કરતો હતો. પરિવારના જણાવ્યા મુજબ ભાવેશને ગામમાં રહેતી સંગીતા નામની યુવતિ સાથે પ્રેમ સબધં હોઈ જેની જાણ સંગીતાના પરિવારજનોને થઇ જતા તેના લ વરમાતર ગામે રહેતા દિનેશ શાપરા સાથે કરી દેવામાં આવ્યા હતા. પરંતુ સંગીતાને પણ ત્યાં રહેવું ન હોઈ આથી ભાવેશ તેને છએક મહિના પહેલા ભગાડી ગયો હતો અને બંને મૈત્રી કરાર કરી થાનમાં સાથે રહેતા હતા. આ વાતનું મનદુ:ખ રાખી ગઈકાલે સંગીતાનો ભાઈ દિનેશ સાબરીયા, સંગીતનો પતિ દિનેશ શાપરા અને દિનેશનો કાકો જેસા શાપરા ત્રણેય રાત્રીના વાડીએ આવી બહાર ખાટલે સુતેલા ભાવેશના પિતા ઉપર હત્પમલો કર્યેા હતો દરમિયાન તેના માતા બચવા માટે દોડીને ભાગી ગયા હતા દેકારો થતા ઓરડામાં સુતેલા ભાવેશ અને સંગીતા બહાર આવતા ત્રણેયએ ભાવેશને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દઈ સંગીતાને બળજબરી પૂર્વક સાથે લઇ ગયા હતા. બનાવને પગલે પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News