ધોરાજીના મોટીમારડની સીમમાં પિતા–પુત્ર પર સેઢા પાડોશીનો દાંતરડા વડે હુમલો

  • December 06, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીના મોટીમારડની સીમમાં મારા ખેતરમાં પાણી વાળવા બાબતે થયેલી બોલબાચી બાદ સેઢા પાડોશીએ મારા ખેતરમાંથી ચાલવાનું કહી માથકૂટ કરી હતી.બાદમાં પિતા–પુત્ર પર દાંતરડા વડે હત્પમલો કરી દીધો હતો.
બનાવ અંગે ધોરાજીના મોટીમારડમાં રહેતાં ભાવેશભાઇ દિનેશભાઇ કાલરીયા (ઉ.વ.૪૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રવિણ ઉર્ફે વિપુલ સામત ધોરીયા (રહે. મોટીમારડ) નું નામ આપ્યું છે જે અંગે પાટણવાવ પોલીસે આરોપી સામે બીએનએસ એકટ ૧૧૮(૧),૩૫૨ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે. તેઓએ મોટીમારડ ગામના સુરેશભાઈ ભુતની ખેતીની જમીન વાવવા રાખી છે.ગઇ તા.૦૪૧૨૨૦૨૪ ના સવારના સમયે તેઓ અહીં ખેતરે હતા જમીન તેઓ ગામના નિલેશભાઇ ગોરદાને ભાગે વાવવા આપે છે. તેમના ભાગ્યા નિલેશભાઈ ત્યાં વાવેલ ઘઉંના પાકમાં પાણી પાવાનું કામ કરતો હતો તે વખતે સેઢા પાડોશી પ્રવિણ ઉર્ફે વિપુલ ધોરીયા આવેલ અને નિલેશભાઇને કહેલ કે, મારા ખેતરમાં પાણી ચાલુ છે અને હત્પં કલાક દોઢ કલાક સુધી બહાર જાવ છું, તુ મા પાણી વારી દેજે જેથી તેમને કહેલ કે, એ નવરો નથી તમારે બહાર જવુ હોય તો થોડી વાર મોટર બધં કરતા જાવ તેમ કહેતા પ્રવિણ ઉર્ફે વિપુલ ત્યાંથી જતો રહેલ હતો.
ત્યારબાદ બપોરના ઘરે જમીને તેઓ ભાદાજાળીયા ગામના માર્ગે આવેલ કાકાની ખેતીની જમીનમાં ટ્રેકટર ચલાવવા જતો રહેલ હતો. તે વખતે બપોરના દોઢેક વાગ્યે તેમના ભાગ્યા નિલેશભાઇનો ફોન આવેલ કે, મને પ્રવિણ ઉર્ફે વિપુલનો ફોન આવેલ કે, આ રસ્તો તમારો નથી તમે ત્યાંથી ચાલતા નહીં તેમ કહી ગાળો દેવા લાગેલ હતો. જેથી તેઓએ પ્રવિણ ઉર્ફે વિપુલને ફોન કરી પુછેલ કે, તને શું વાંધો છે ? કેમ મારા ભાગ્યાને ગાળો આપે છે તો આરોપીએ ગાળો આપી અને કહેવા લાગેલ કે, મારા ખેતરમાંથી નહીં ચાલવાનું તેમ બોલવા લાગેલ અને કહેલ કે તુ કયાં છો જેથી તેને કહેલ કે, હત્પં ભાદાજાળીયા વાળા માર્ગે છું તેમ બોલાચાલી થયેલ હતી. બાદમાં પ્રવિણ ઉર્ફે વિપુલ તેઓ યાં ખેતરે ટ્રેકટર ચલાવતાં હતાં ત્યાં આવેલ અને બોલાચાલી કરી અને ગાળો દેવા લાગેલ તે વખતે ફરિયાદીના પિતા દિનેશભાઈ કાલરીયા પણ આવી ગયેલ હતા. બાદમાં આરોપીએ ત્યાં પડેલ દાંતરડું ઉપાડી ફરિયાદી અને તેના પિતા પર હત્પમલો કરી દિધો હતો. પિતા–પુત્રને ઇજાગ્રસ્ત હાલતમાં મોટીમારડ સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application