રાણાવાવમાં યુવાન ઉપર પથ્થર વડે કર્યો ઘાતક હુમલો

  • September 24, 2024 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાણાવાવના યુવાન ઉપર પાડોશી શખ્શે પથ્થર વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. રાણાવાવના આંબેડકર નગરમાં રહેતા કિશોર એભામાઇ સાદીયા નામના ૪૪ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંઘાવી છેકે તે પોતાના ઘર પાસે ઓટલા ઉપર બેઠો હતો ત્યારે પાડોશમાં રહેતો મુકેશ લાખા મા‚ ત્યાં આવીને ગાળો બોલવા લાગ્યો હતો અને મોટા પથ્થર વડે કિશોરના  માથામાં ઘા મારી દેતા લોહીલુહાણ થઇ ગયો હતો અને સારવાર માટે રાણાવાવ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application