માળિયા મિયાણાના મોટા દહીંસરા ગામે વિવેકાનંદનગરમાં રહેતા આધેડ ઉપર પડોશી શખ્સોએ શેરીમાં પાણી ઢોળવા બાબતે માથાકૂટ કરી લોખંડના પાઇપ, લાકડી અને ધોકા વડે હુમલો કરી બેફામ મારમારતા મોત નિપજવાથી બનાવ હત્યામાં પલટાયો છે. હત્યાના આ બનાવમાં પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી સંકજામાં લીધા છે.
બનાવની પ્રાપ્ત વિગતોનુસાર મોટા દહીંસરામાં રહેતા અને મજૂરી કામ કરતા ચંદુભાઈ છગનભાઇ મકવાણા (ઉ.વ.48) નામના આધેડ ગઈકાલે સાંજે ઘર પાસે હતા ત્યારે પડોસમાં રહેતા સુરેશ અવચર ઈન્દરીયા તેનો ભાઈઓ અરૂણ અવચર, વિજય અવચર અને અશોક અવચરએ લાકડી, ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા ચંદુભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી પ્રથમ મોરબી પ્રાથમિક સારવાર લઇ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ઇમરજન્સી પરના ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માળિયા મિયાણા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતકના પત્ની નિર્મળાબેન ચંદુભાઈ મકવાણા (ઉ.વ.40)ની ફરિયાદ પરથી સુરેશ અવચર ઈન્દરીયા તેનો ભાઈઓ અરૂણ અવચર, વિજય અવચર અને અશોક અવચર સામે બીએનસીની કલમ 115(1),118(1),352,351(3) અને 54 સહીત હેઠળ ગુનો નોંધી સંકજામાં લીધા છે. મૃતકના પત્નીએ ફરિયાદમાં નોંધાવ્યું છે કે, ગઈકાલે સાંજે અમે ઘરે હતા ત્યારે પડોશમાં રહેતા વિજયભાઈના ભાઈ સુરેશ અવચરભાઈ ઈન્દરીયા ઘર પાસે આવ્યા હતા અને બોલવા લાગ્યા હતા કે, શેરીમાં પાણી કેમ કાઢો છો, આથી પતિએ બહાર નીકળી કહ્યું હતું કે, પાણી કોઈ ઢોરતું નથી પાઇપ તૂટી જવાના કારણે પાણી બહાર નીકળે છે. આમ કેટ સુરેશ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરવા લાગ્યો હતો અને ઝપાઝપી થતા સુરેશના ભાઈઓ ધોકા, પાઇપ લઈને બહાર આવ્યા હતા, સુરેશ પણ લોખંડનો પાઇપ ઘરમાંથી કાઢીને આડેધડ બધા મારમારવા લાગતા મારા પિતા મહાદેવભાઈ પતિને બચાવવા માટે દોડી જતા તેને વિજયએ લાકડી કપાળના ભાગે મારી દેતા ઇજા થઇ હતી. દેકારો વધુ થવાથી માણસો ભેગા થઇ ગયા હતા અને ચારેય ભાઈયો જતા જતા ગાળો આપી જાનથી મારીનાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. પતિ અને મારા પિતાને માથામાંથી લોહી નીકળતું હોઈ આથી પરિવારજનો આવીને તેને માળિયા સરકારી હોસ્પિટલ બાદ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલએ લાવતા ડોકટરે મરણ જાંહેર કયર્િ હતા.મૃતક બે ભાઈ બે બહેનમાં બીજા નંબરે હતા અને સંતાનમાં બે દીકરા બે દીકરી છે. આધેડના મોતથી પરિવારમાં શોક છવાયો છે. હત્યાના બનાવને લઈને પોલીસે આરોપીઓની કાયદેસરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech