કિસાનો ફરી દિલ્હી કૂચ કરશે પહેલી બેચ કાલે રવાના થશે

  • January 20, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કિસાનો ફરી દિલ્હી કૂચની તૈયારી કરી રહ્યા છે અને ખેડૂતોનું એક જૂથ ૨૧ જાન્યુઆરીએ શંભુ બોર્ડર લાઇનથી દિલ્હી તરફ ફરી કૂચ કરશે. ખેડૂત નેતા સરવન સિંહ પાંધેરના જણાવ્યા અનુસાર, ૧૦૧ ખેડૂતોનું એક જૂથ ૨૧ જાન્યુઆરીએ શંભુ બોર્ડરથી દિલ્હી જવા રવાના થશે. સંયુકત કિસાન મોરચા (બિન–રાજકીય) અને કિસાન મજૂર મોરચાના બેનર હેઠળ, ખેડૂતો ગયા વર્ષે ૧૩ ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ અને ખાનૌરી સરહદ પર પડાવ નાખી રહ્યા છે. સુરક્ષા દળોએ તેમને દિલ્હી તરફ કૂચ કરતા અટકાવ્યા હતા. દિલ્હી કૂચ દ્રારા, ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી સહિતની તેમની માંગણીઓ માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા માંગતા હતા.
તાજેતરમાં પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ સરહદ પર પત્રકારો સાથે વાત કરતા, કિસાન મજૂર મોરચાના નેતા પંઢેરે છેલ્લા ૧૧ મહિનાથી શંભુ અને ખાનૌરી ખાતે પડાવ નાખી રહેલા ખેડૂતોની માંગણીઓ સ્વીકારી ન લેવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, બંને મંચો એ આજે નિર્ણય લીધો છે કે ૧૦૧ ખેડૂતોનું એક જૂથ ૨૧ જાન્યુઆરીએ શંભુ બોર્ડરથી દિલ્હી તરફ કૂચ ફરી શ કરશે.નેતાઓએ જણાવ્યું હતું કે ૨૬ જાન્યુઆરીએ 'ટ્રેકટર માર્ચ' કાઢવાનો તેમનો કાર્યક્રમ અકબધં છે. ગયા વર્ષે ૮, ૧૨, ૧૫ અને ૧૮ ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય મંત્રીઓ અને વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચે ચાર રાઉન્ડની બેઠકો યોજાઈ હતી, પરંતુ વાટાઘાટો અનિર્ણિત રહી હતી. ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે સંયુકત કિસાન મોરચાના કન્વીનર દલેવાલ તેમની વિવિધ માંગણીઓના સમર્થનમાં ગયા વર્ષે ૨૬ નવેમ્બરથી પંજાબ અને હરિયાણા વચ્ચેની ખાનૌરી સરહદ પર અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application