આગામી ત્રણ વર્ષમાં એટલે કે ૨૦૨૭ સુધીમાં દેશના દરેક ખેડૂત પાસે આધાર કાર્ડ જેવું પોતાનું આગવું ફાર્મર આઈડી હશે. ૨૦૨૪–૨૫ સુધીમાં આ કાર્ડ ૬ કરોડ ખેડૂતોને મળશે. રાય સરકારો કેન્દ્રશાસિત પ્રદેશો દ્રારા બનાવવામાં આ આઈડી જમીનના રેકોર્ડ, પશુધનની માલિકી, વાવેલા પાક અને પ્રા લાભો સહિત વિવિધ ખેડૂત–સંબંધિત ડેટા સાથે લિંક કરવામાં આવશે. ખેડૂતોની વિશ્વસનીય ડિજિટલ ઓળખ તરીકે સેવા આપતા આ આઈકાર્ડ દેશના એગ્રીસ્ટેકની મહત્વપુર્ણ વિશેષતા હશે.
તેને ખેડૂતોની પાકની કિંમત અને પાક વિમા સહિત સેવાઓ અને યોજના વિતરણને સુવ્યવસ્થિત કરવા માટે ખેડૂત–કેન્કીત ડિઝિટલ સાર્વજનિક ઈન્ફ્રાસ્ટ્રકચર (ડીપીઆઈ)ના પમાં ડિઝાઈન કરવામાં આવ્યું છે. ખેડૂતોના આઈડી (ખેડૂતોની રજિસ્ટ્રી) ઉપરાંત, એગ્રિસ્ટેકમાં તેના ઘટક તરીકે ભૂ–સંદર્ભિત ગામ નકશા અને પાક વાવણી રજિસ્ટ્રી (ડિજિટલ ક્રોપ સર્વે) પણ હશે.
ડિજિટલ એગ્રીકલ્ચર મિશન નામની અમ્બ્રેલા યોજના હેઠળ કેન્દ્રએ પહેલાથી જ ૧૧ કરોડ ખેડૂતો માટે ડિજિટલ ઓળખ – ખેડૂતની ઓળખ – બનાવવાની યોજના બનાવી છે. આગામ વર્ષે માર્ચ સુધીમાં છ કરોડ ખેડૂતોને આ ઓળખ મળશે, યારે ત્રણ કરોડને ૨૦૨૫–૨૬ દરમિયાન અને બાકીના બે કરોડને ૨૦૨૬–૨૭ દરમિયાન આ માન્યતા મળશે.
એક અધિકારીએ કહ્યું કે, અમારી પાસે પહેલાથી જ ૧૧ કરોડ ખેડૂતોનો સંબંધિત મૂળભૂત ડેટા છે જેઓ પીએમ–કિસાન (ઇન્કમ સપોર્ટ સ્કીમ) હેઠળ નાણાકીય સહાય મેળવી રહ્યા છે, આવી ઓળખ બનાવવા અને ડિજિટલ પાક સર્વેક્ષણનું પરીક્ષણ કરવા માટે, છ રાયોમાં પાયલટ પ્રોજેકટસ સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યા છે.
આ છ રાયોમાં ઉત્તર પ્રદેશ (ફર્ખાબાદ), ગુજરાત (ગાંધીનગર), મહારાષ્ટ્ર્ર (બીડ), હરિયાણા (યમુના નગર), પંજાબ (ફતેહગઢ સાહિબ) અને તમિલનાડુ (વિધનગર)નો સમાવેશ થાય છે. દરમિયાન, ઓગણીસ રાયોએ એગ્રીસ્ટેકના અમલીકરણ માટે કૃષિ મંત્રાલય સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
ડિજિટલ ક્રોપ સર્વે હેઠળ, દરેક ખેડૂતો દ્રારા કરવામાં આવેલ પાકને દરેક વાવણીને સીઝનમાં મોબાઈલ આધારિત જમીન સર્વેક્ષણ દ્રારા રેકોર્ડ કરવામાં આવશે. આ એકરનું સ્પષ્ટ્ર ચિત્ર અને વધુ પ્રામાણિક રીતે ઉપજનું અનુમાન આપશે. ડિજિટલ જનરલ ક્રોપ એસ્ટિમેટ સર્વે (ડીજીસીએએસ)નો ઉપયોગ કૃષિ ઉત્પાદનની સચોટતામાં વધારો કરીને સચોટ ઉપજના અંદાજો પ્રદાન કરવા માટે વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલા પાક કાપવાના પ્રયોગો માટે કરવામાં આવશે. આ માત્ર કૃષિ નીતિ બનાવવા માટેની પૂર્વશરત નથી, પરંતુ વધુ સારી રીતે આપત્તિના પ્રતિસાદ માટે અને કાગળ અને ભૌતિક મુલાકાતોની જરિયાતને ઘટાડીને લોન અને વીમાના દાવાઓની ઝડપી વિતરણ માટે પણ મહત્વપૂર્ણ છે. ૨૦૨૪–૨૫ દરમિયાન ૪૦૦ જિલ્લાઓમાં ડિજિટલ પાક સર્વેક્ષણ પૂર્ણ થશે અને બાકીના જિલ્લાઓમાં ૨૦૨૫–૨૬માં આવરી લેવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે સોમવારે ડિજિટલ એગ્રીકલ્ચર મિશનના અમલીકરણ માટે . ૨,૮૧૭ કરોડને મંજૂરી આપી હતી, જેમાં બે પાયાના સ્તંભો છે: એગ્રીસ્ટેક અને 'એગ્રીકલ્ચર' નિર્ણય સપોર્ટ સિસ્ટમ (એગ્રી–ડીએસએસ).
કૃષિ–ડીએસએસ પાક, જમીન, હવામાન અને જળ સંસાધનો પરના રિમોટ સેન્સિંગ ડેટાને એક વ્યાપક જિયોસ્પેશિયલ સિસ્ટમમાં એકીકૃત કરશે, જે કૃષિ ક્ષેત્ર માટે સમયસર અને વિશ્વસનીય માહિતી પ્રદાન કરશે. એકવાર સમગ્ર ડિજીટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર થઈ જાય, તે પછી તે પાક આયોજન, આરોગ્ય, જંતુ વ્યવસ્થાપન અને સિંચાઈ માટે દેશભરના ખેડૂતોને અનુપ સલાહ સેવાઓ પ્રદાન કરવામાં મદદ કરશે.
આ ઉપરાંત મિશનમાં 'સોઇલ પ્રોફાઇલ મેપિંગ'નો સમાવેશ થાય છે જે લગભગ ૧૪૨ મિલિયન હેકટર ખેતીની જમીન માટે ૧:૧૦,૦૦૦ સ્કેલ પર વિગતવાર માટી પ્રોફાઇલ નકશાને સક્ષમ કરશે. ૨૯ મિલિયન હેકટરની સોઈલ પ્રોફાઈલ ઈન્વેન્ટરી પહેલાથી જ મેપ કરવામાં આવી છે.
આ તમામ ડેટા એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે અને કૃષિ મંત્રાલયના કૃષિ ભવનમાં સ્થાપિત કૃષિ સંકલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (આઈસીસીસી) – મોટા સ્ક્રીન ડેશબોર્ડ પર પ્રદર્શિત થશે, અને ગમે ત્યાંથી કોઈપણ સમયે સરળતાથી એકસેસ કરી શકાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોપાટી પર સફાઈ અભિયાનનું નાટક કરતા નેતાઓ અસ્માવતિઘાટે મહા સફાઈ અભિયાન યોજે
November 14, 2024 10:22 AMગિરનારની પરિક્રમા અંતિમ ચરણમાં, ભાવિકોની સંખ્યામાં અર્ધેાઅર્ધ ઘટાડો
November 14, 2024 10:22 AMજામનગરમાં ઠંડીની શરૂઆત: લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી
November 14, 2024 10:19 AMવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech