રાજકોટ જિલ્લામાં ખેડૂતો ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, નવી યોજનાનો લાભ લેવા માટે આ તારીખ સુધી કરી શકાશે અરજી

  • September 01, 2023 10:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડ્રોનથી પાક સંરક્ષણ દવા છંટકાવ માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં ડ્રોનથી છંટકાવનો લાભ લેવા માટે લાભાર્થીએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓન લાઇન અરજી કરવાની રહેશે. જે માટે તા.૧૫/૦૨/૨૦૨૪ સુધીમાં ઓન લાઇન અરજી કરવાની રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી રાજકોટની યાદીમા જણાવાયું છે.


શું છે યોજના ?

કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ફાર્મ મિકેનાઇઝેશન દ્રારા ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવવા માટે અને પાક સંરક્ષણ માટે વિવિધ રસાયણ/નેનો યુરિયા/ FCO માન્ય પ્રવાહી ખાતરો, જૈવિક ખાતરનો છંટકાવ કરવામાં આવે છે. આ પરંપરાગત પધ્ધતિમાં વધુ સમય તથા વધુ પાણીની જરૂર પડે છે, જેની સામે છંટકાવની અસરકારકતા પણ ઓછી જોવા મળે છે. છંટકાવની અસરકારકતા વધારવા માટે તથા ખેત મજૂરની અછત જેવી સમસ્યાનું નિવારણ લાવવા વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્ય સરકારશ્રી દ્વારા કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ (કૃષિ વિમાન) અંગેની યોજના અમલમાં મુકવામા આવેલ છે. જેના ઉપયોગથી સમય તથા પાણીનો બચાવ પણ થશે. 


કોને સહાય મળવા પાત્ર છે ?

આ યોજનામાં લાભાર્થી સહાય હેઠળના ઘટકો માટે ડ્રોન દ્વારા પાક સંરક્ષણ રસાયણ/ નેનો યુરિયા/ FCO માન્ય પ્રવાહી ખાતરો/ જૈવિક ખાતર છંટકાવનો સમાવેશ થાય છે. જેમાં ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ. ૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર/ પ્રતિ છંટકાવ તેમજ ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. 


ખેડૂતોને શું થશે ફાયદો ?

ખાતર અને જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં 40% વધારો તથા પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાશે.  આ ઉપરાંત ખેત મજૂરની સમસ્યાનું નિવારણ લાવી ખેડૂતોનું સ્વાસ્થ્ય, ઉદ્યોગસાહસિકતા અને રોજગારીની તકો ઊભી કરી શકાશે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે તેવો કૃષિમંત્રીએ અનુરોધ પણ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application