સર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ડુંગળીનો હાર પહેરી ખેડૂતો પહોંચતા અટકાયત

  • January 05, 2024 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરમાં ડુંગળીના ભાવ અને નિકાસબંધી સહિતની બાબતોને લઈ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. અને ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સિહોરના સર ગામે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ડુંગળીના હાર પહેરી વિરોધ કરવા ખેડૂતો ઘૂસે તે પૂર્વે જ બંદોબસ્તમાં રહેલા પોલીસ કાફલાએ ખેડૂતોની અટકાયત કરી લીધી હતી., ઉલ્લેખનીય છે કે અગાઉ સિહોરના ટાણા અને દેવગાણા સહિતના ગામોમાં પણ ખેડૂતો દ્વારા ડુંગળીના પ્રશ્ને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિરોધ કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application