તળાજા માર્કેટ યાર્ડમાં આજે હરરાજીની કામગીરી શરૂ થયા બાદ ભાવ મુદ્દે થયેલી રકઝક બાદ મામલો ગરમાયો હતો. અને યાર્ડમાં હાજર ૨૦૦થી પણ વધુ ખેડૂતોમાં ભાવનગર તેમજ મહુવાની સમાન ભાવ આપવા માંગ ઉઠી હતી. દરમ્યાન વિફરેલા ખેડૂતોએ કામકાજ બંધ કરાવી તાળાબંધી કરવાના મૂડમાં આવી ગયા હતા. તેમજ જ્યાં સુધી ભાવ અંગે યોગ્ય નિર્ણય ન થાય ત્યાં સુધી યાર્ડમાંથી નહીં ખાસવાનો નિર્ણય જાહેર કરી પોતાના નિર્ણય પર અડગ રહીશું તેવા નારા લગાવ્યા હતા. તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ ઓછો મળતા ખેડૂતો દ્વારા હોબાળો મચાવી અને માર્કેટિંગ યાર્ડના દરવાજા બંધ કરવામાં આવ્યા
આજે ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. અવારનવાર ખેડૂતોને ડુંગળીનો ભાવ પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાની ફરિયાદો ઉઠાવવા પામે છે. ત્યારે આજે તળાજા માર્કેટિંગ યાર્ડમાં જ્યારે ડુંગળીની હરાજી શરૂ થઈ ત્યારે ખેડૂતોને ડુંગળીનો ભાવ પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને લઇને ખેડૂતો વિફર્યા હતા અને ડુંગળીની હરાજીનું કામ ખેડૂતો દ્વારા બંધ કરાવ્યું હતું. અને ત્યારબાદ ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડના મુખ્ય દરવાજા પણ બંધ કરી દીધા હતા. આ બનાવની જાણ થતા પોલીસ માર્કેટિંગ યાર્ડ ખાતે દોડી આવી અને ખેડૂતોને સમજાવી અને માર્કેટિંગ યાર્ડના દરવાજા ખોલાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસફેદ કે લાલ? કઈ ડુંગળીનો ઉપયોગ વધુ ફાયદાકારક?
January 23, 2025 12:06 PMજામનગરમાં રીવરફ્રન્ટને આડે આવતા તમામ ગેરકાયદે બાંધકામો દુર કરાશે: કમિશ્નર
January 23, 2025 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech