આજે ફરી ખેડૂતોની દિલ્હી તરફ કૂચ

  • March 06, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પંજાબમાં વિવિધ ખેડૂત સંગઠનોએ દિલ્હી ચલો કૂચનું આહ્વાન કયુ છે. આજે ફરી એકવાર મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચે તેવી શકયતા છે. જેને ધ્યાનમાં રાખીને, પોલીસ એલર્ટ મોડ પર છે. નવી દિલ્હી જિલ્લા અને મધ્ય દિલ્હીમાં પોલીસ બંદોબસ્ત મજબૂત છે. જો કે, આ સમયગાળા દરમિયાન ટ્રાફિક જામ પણ થઈ શકે છે. નવી દિલ્હી વિસ્તારમાં કોઈપણ પ્રકારના પ્રદર્શનની પરવાનગી નથી. જો કોઈ વ્યકિત દિલ્હીમાં પ્રદર્શન કરશે તો તેની અટકાયત કરવામાં આવશે. રેલવે પોલીસ પણ સતર્ક છે. દિલ્હી પોલીસને સૂત્રો દ્રારા આપવામાં આવેલી માહિતી અનુસાર દૂર–દૂરના વિસ્તારોમાંથી ટ્રેકટર–ટ્રોલી દ્રારા દિલ્હી પહોંચી શકતા નથી તે ખેડૂતો ટ્રેન અથવા બસ દ્રારા નાના જૂથોમાં દિલ્હી પહોંચી શકે છે.

૧૦ માર્ચે રેલ રોકો આંદોલનનું આયોજન
ખેડૂત નેતા પંઢેરે કહ્યું હતું કે દૂર–દૂરના વિસ્તારોમાંથી ખેડૂતો ટ્રેકટર–ટ્રોલી દ્રારા દિલ્હી પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં તેઓએ ટ્રેન દ્રારા પહોચશે અને એમએસપી માટે સરકાર પર દબાણ કરશે. તેમણે આંદોલનને ઉગ્ર બનાવવાની પણ ચેતવણી આપી હતી. ખેડૂતોની દિલ્હી કૂચ પછી, તેઓ ૧૦ માર્ચે રેલ રોકો આંદોલનનું આયોજન કરી શકે છે, યાં તેઓ દેશભરમાં ચાર કલાક સુધી ટ્રેનો રોકીને પોતાનો વિરોધ નોંધાવી શકે છે. દિલ્હીમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત એક વિસ્તારમાં ચાર કે તેથી વધુ લોકોને ભેગા કરવાની મંજૂરી નથી. પોલીસ દળોની વધારાની કંપનીઓ તમામ સંભવિત સ્થળોએ તૈનાત કરવામાં આવી છે યાં દેખાવકારો એકઠા થઈ શકે છે.

રેલવે સ્ટેશન–બસ સ્ટેન્ડ પર પોલીસ તૈનાત કરાઈ

અહેવાલ મુજબ, દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાની જાણકારી ધરાવતા એક વરિ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર ટીમો તૈનાત કરવામાં આવી છે, જે શહેરમાં પહોંચનારા દેખાવકારોની ધરપકડ કરશે. રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર મહત્તમ પોલીસ તૈનાત કરવામાં આવી છે, કારણ કે ખેડૂત સંગઠનોએ ખેડૂતોને આના દ્રારા જ દિલ્હી જવા માટે કહ્યું છે. ખેડૂતોને હજુ સુધી દિલ્હી આવવાનો મોકો મળ્યો નથી

ખેડૂત આંદોલનનું બે સંગઠન દ્રારા નેતૃત્વ

ખેડૂતોના વિરોધનું નેતૃત્વ બે ખેડૂત સંગઠનો 'કિસાન મજદૂર મોરચા અને સંયુકત કિસાન મોરચા દ્રારા કરવામાં આવી રહ્યું છે. ૩ માર્ચે, બંને સંગઠનોએ દેશભરના ખેડૂતોને બુધવારે મોટી સંખ્યામાં દિલ્હી પહોંચવાની અપીલ કરી હતી. દિલ્હી આવવા માટે તેઓએ ટ્રેન અને બસનો સહારો લેવાની અપીલ કરાઇ હતી. પ્રસ્તાવિત દેખાવોને કારણે દિલ્હી પોલીસે ટિકરી, સિંઘુ અને ગાઝીપુર સરહદો પર પણ સુરક્ષા વધારી દીધી છે. આ સિવાય રાજધાનીના તમામ મેટ્રો સ્ટેશન પર પણ નજર રાખવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application