ભાદર કેનાલની પુરતી સફાઈ વિના પાણી છોડાતા પાકને પુરતી પિયત ન થવાની ખેડૂતોમાં દહેસત

  • December 18, 2024 09:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્રની સૌથી મોટી ૪૬ ગામોને સિંચાઈનું પાણી પુરી પડતી ભાદર કેનાલ દેખાવ પૂરતી સફાઈ કરી સિંચાઈ વિભાગ દ્રારા રવિ પાક માટે કેનાલ છોડવામાં આવી છે.
કેનાલમાં રહેલ કચરા તેમજ ઉગી નીકળેલ ઝાળીઝાંખળાને કારણે માઇનોર કેનાલ જામ થઈ છલકાવાની તેમજ પૂરતા વિસ્તારમાં પિયત માટે પાણી ન પહોંચવાની ખેડૂતો દહેશત વ્યકત કરી રહ્યા છે.
ભાદર કેનાલ દ્રારા રાજકોટ અને જૂનાગઢ જિલ્લ ાના ૪૬ ગામોની ૨૬૮૪૨ હેકટર સિંચાઇની જમીનને મુખ્ય તેમજ થઈ ૧૯૫ કિમી લંબાઈની કેનાલ સિંચાઇનુ પાણી પૂ પાડવામાં આવે છે. કેનાલમાં પાણી છોડતા પૂર્વે દર વર્ષે તેની સફાઈ કરવામાં આવતી હોય છે. પરંતુ સફાઈ માત્ર કહેવા પૂરતી જ કરવામાં આવતા કેનાલમાં ઠેરઠેર પુષ્કળ પ્રમાણમાં ઝાળી ઝાંખરા કચરાથી કેનાલ લથબથ ભરાયેલ છે. ઉપરાંત અમુક જગ્યાએ તો કેનાલને જાણે પુરાણ કરી દીધી હોય તેટલી માટીથી જામ થઈ જતા સાવ છીછરી થઈ ગયેલ તેમજ ગાબડા પડી ગયેલ જોવા મળે છે. અને કેનાલમાં પાણી છોડતા આ બધો કચરો તેમજ ઝારી ઝાંખરાં તણાઈને આગળ માઇનોર કેનાલમાં પહોંચી જશે અને માઇનોર કેનાલમાં કચરો પહોંચવાથી તે કેનાલ જામ થઈ જાય જેથી બધું પાણી છલકાઈને જે તે ખેતરોમાં ઘુસી જવાથી તે ખેતરોમાંના વાવેતરનું ધોવાણ થઈ જાય તેવી દહેશત ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News