લાઠી-બાબરા પંથકમાં પવનચક્કીની કંપની દ્વારા આડેધડ કામગીરીને લઈને ખેડૂતોમાં રોષ

  • December 14, 2023 11:57 AM 

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લ ના બાબરા લાઠી તાલુકા પંથક મા પવન ચક્કી ની કંપનીઓ દ્વારા આડેધડ પવન ચક્કીઓ ઉભી કરી દેવા સામે અમરેલી કલેક્ટર કચેરી ખાતે રેલી કાઢી ખેડૂતો ને ન્યાય આપો ના સુત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયને આવેદનપત્ર આપ્યું અમરેલી જિલ્લ ના લાઠી અને બાબરામાં પવનચક્કી કંપની દ્વારા આડેધડન નિયમ વિરુદ્ધ કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે લાઠી અને બાબરા વિસ્તારના ખેડૂતોએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા  બાબરા તાલુકાના લાલકા, નિલવડા, હરસુરપૂર અને પૂજાપાદર ગામોમાં વિન્ડ પાવર પ્લાન્ટની કંપની એ ખેડૂતના ખેતરોમાંથી ગેરકાયદે રસ્તાઓ કાઢવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે આ ઉપરાંત ગૌચરની અને નદીના પટમાં વીજપોલ ઉભા કરી દેવાતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.  આ મામલે લાઠી અને બાબરા આ વિસ્તારના ખેડૂતોએ અમરેલીમાં રેલી યોજી કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતો એ રોષભર આવેદનપત્ર કલેકટરને આપી રજુઆત કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application