ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં ખેડૂતવાસના શખ્સે બાવળની કાંટમાં છુપાવેલ વિદેશી દારૂની નાની-મોટી બોટલ કિં.રૂ.૪૭,૯૫૨ તેમજ બિયરના ટીન કિં.રૂ.૧૨,૪૮૦ સહીત કુલ કિં.રૂ.૬૦,૪૩૨ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં ના.રા. પેટ્રોલીંગમાં હતા..તે દરમ્યાન બાતમી મળેલ કે, શૈલેષ સુરેશભાઈ રાઠોડ રહે. ખેડુતવાસ પચાસ વારીયા, ભાવનગરએ શહેરના આનંદનગર, રામસાપીર મંદિરની પાછળની સાઈડ ત્રણ માળીયાની સામે બાવળની કાંટમાં જાહેરમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. અને હાલ આ દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમા છે. જે બાતમી આધારે રેઈડ કરતા શૈલેષ રાઠોડ હાજર મળી નહી મળી આવતા તેણે છુપાવેલ વ્હીસ્કી ૭૫૦ ખ.ક ની બોટલ નંગ. ૪૮ કિ.રૂ.૨૬,૯૨૮, વોડકા ૧૮૦ ખ.ક ની બોટલ નંગ.૨૮૮ કિં.રૂ.૨૧,૦૨૪ તેમજ બિયર ૫૦૦ ખ.ક.ના ટીન નંગ ૧૨૦ કિ.રૂ.૧૨,૪૮૦મળી કુલ કિં.રૂ.૬૦,૪૩૨/-નો મુદ્દામાલ કબ્જે કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ વી.વીધ્રાંગુ તથા સ્ટાફના સાગરભાઇ જોગદિયા, મહેંદ્રભાઈ ચૌહાણ, અનિલભાઇ સોલંકી, સંજયભાઇ ચુડાસમા, એઝાઝખાન પઠાણ અને માનદિપસિંહ ગોહીલ સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech