હાસ્ય કલાકારોની ફાની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા

  • December 19, 2024 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાસ્ય કલાકારોની ફાની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા

ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ 'બંધુ' નું દુઃખદ નિધન


જામનગર નિવાસી અને ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈનું ૭૦ વર્ષની વયે આજે દુઃખદ અવસાન થયું છે. વસંત પરેશ બંધુએ હાસ્ય કલાકારોની દુનિયામાં પોતાનો એક આગવી ઓળખ ઉભી કરી હતી અને જામનગર સહિત દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા હતા.


જામનગરના આ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર વસંત પરેશ બંધુ દ્વારા અનેક યાદગાર કાર્યક્રમો આપવામાં આવ્યા છે અને તેના હાસ્યથી ભરપૂર રમુજી જોક્સ પણ ખૂબ જ પ્રચલિત થયા. લોકોને હંમેશા હસાવનાર પ્રખ્યાત હાસ્ય કલાકાર આજે ફાની દુનિયાને અલવિદા કહી અને તેમના ચાહકોને રડતા મૂકી ગયા છે.


સદગતની અંતિમ યાત્રા જામનગરમાં તેમના નિવાસ્થાન ર૦૩, લક્ષ્મી એપાર્ટમેન્ટ મંગલબાગ શેરી નંબર-૧ જામનગરના સ્થળેથી થી બપોરે ૪.૩૦ વાગ્યે નીકળશે. આજકાલ પરિવાર પણ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવે છે.


જામનગર... મુસ્તાક દલ




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application