અમદાવાદમાં કોલ્ડપ્લેમાં એન્ટ્રી લેવા ચાહકોની ભીડ જામી, ગેટ ખુલતા જ દોડ્યા, ગર્લ્સનો અનોખો અંદાજ, જુઓ તસવીરો

  • January 25, 2025 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલી કોલ્ડપ્લે કોન્સર્ટને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે બપોરના 2 વાગ્યાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાહકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. સ્ટેડિયમ બહાર જ ચાહકોની ભીડ જામી છે. ગેટ ખુલતા જ ચાહકોએ સ્ટેડિયમમાં જવા દોડ લગાવી હતી. 


સાંજે પાંચ વાગ્યાથી શરૂ થનારી આ ઈવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરના 2 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થઈ ગઈ છે. સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. ઈવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોની યાદી જાહેર કરવામાં આવી છે. હાલ મેટ્રો સ્ટેશન અને મોટી સ્ટેડિયમ બહાર લોકોની ભીડ જમી થઈ રહી છે. ધીરે ધીરે લોકોને સ્ટેડિયમમાં પ્રેવેશ અપાઈ રહ્યો છે.




લીડ સિંગર ક્રિસ માર્ટીને ટુ-વ્હીલર પર સવારી કરી
દુનિયાભરના ફેન્સ જેની એક ઝલક જોવા માગે છે તે કોલ્ડપ્લેનો લીડ સિંગર ક્રિસ માર્ટિન ગઈકાલે મોડીરાત્રે અમદાવાદની ગલીઓમાં ટૂ-વ્હીલર પર ફરવા નીકળી પડ્યો હતો. કોઈપણ જાતની સિક્યોરિટી વગર ક્રિસ માર્ટીને ટુ-વ્હીલર પાછળ બેસીને સવારીની મજા માણી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, અમદાવાદમાં એક યુવક ટૂ-વ્હીલરની પાછળ ક્રિસ માર્ટીનને બેસાડી શહેરના રસ્તા પર સવારી કરાવી રહ્યો છે. આ સમયે ક્રિસ માર્ટીન પણ ખુશખુશાલ જોવા મળે છે.


એક લાખ રિક્ષા સ્ટેન્ડ બાય રિક્ષા યુનિયન
કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને અત્યારથી જ ટેક્સી બુકિંગ ફુલ થઈ ગયું છે. એવામાં અમદાવાદના રિક્ષા યુનિયન દ્વારા 1 લાખ રિક્ષાને સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે. આ સિવાય યુનિયન દ્વારા મુસાફરોને અગવડતા ન થાય તે માટે પરિપત્ર જાહેર કરી રિક્ષાચાલકોને ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ સાથે જ તમામને વધુ ભાડું ન વસૂલવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.  





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application