લાઈવ ઈવેન્ટમાં યુવતીએ મારી છેડતી કરી ફેમસ સિંગર હાર્ડી સંધૂએ વ્યક્ત કરી આપવીતી

  • October 31, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોપ્યુલર સિંગર હાર્ડી સંધૂએ જણાવ્યું કે તે એક પ્રાઈવેટ લગ્નમાં પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે એક ફિમેલ ફેન સ્ટેજ પર ચડી ગઈ. તેણે મારી સાથે છેડતી કરી. સિંગરે જણાવ્યું કે આ ઘટના બાદ તે તેને કંઈ કહી ન શક્યા.પોપ્યુલર સિંગર હાર્ડી સંધૂના આ  ચોંકાવનારો ખુલાસ થી ફેન્સ સ્તબ્ધ બની ગયા છે, તેને ઉમેર્યું હતું કે મહિલા ફેને સ્ટેજ પર કરી તેની સાથે છેડતી. કહ્યું, ભીડની સામે જ મારી સાથે...ન કરવાનું કર્યું.


પંજાબના પોપ્યુલર સિંગર હાર્ડી સંધૂએ કબીર ખાનની ફિલ્મ 83માં કામ કર્યું હતું. તેની ઈન્ડિયા ટૂર આવતા મહિનાથી શરૂ થવાની છે. એક ઈન્ટરવ્યૂમાં હાર્ડીએ ખાનગી જીવન સાથે જોડાયેલા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું કે તે છેડતીનો શિકાર થઈ ચુક્યા છે. તેમની સાથે આ ઘટના ત્યારે થઈ જ્યારે તે એક લાઈવ ઈવેન્ટ કરી રહ્યા હતા અને એક મહિલાએ સ્ટેડ પર તેમની સાથે છેડતી કરી. તે પોતે પણ ચોંકી ગયા હતા અને તે તેને કંઈ ન કહી શક્યા. 


મહિલાએ કર્યું શોષણ 

હાર્ડીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે એક પ્રાઈવેટ લગ્નમાં પરફોર્મ કરવા ગયા હતા. પરફોર્મન્સ વખતે એક મહિલાએ તેમનું શોષણ કર્યું. મહિલાની ઉંમર 30, 40 કે 45ની વચ્ચે હતી. તે મહિલા સ્ટેજ પર પહોંચી અને તેમનો કાન ચાટવા લાગી. તે કહે છે કે, "મેં તેને કહ્યું કે જો હું તેને સ્ટેજ પર બોલાવીશ તો બીજા લોકો પણ આજ કરશે અને તેનાથી મુશ્કેલી થશે પરંતુ તે ત્યાં જ અડી રહી."

તેણે આગળ જણાવ્યું, "મહિલા સ્ટેજ પર આવવાની જીદ કરવા લાગી. ત્યારે મેં હાર માની અને મેં કહ્યું કે તમે આવી જાઓ. તે અવી અને મારા સાથે એક ગીત પર ડાન્સ કરવાની રિક્વેસ્ટ કરી. મેં કહ્યું ઓકે ચલો આ કરીએ. અમે એક ગીત પર ડાન્સ કર્યો અને પછી તેણે પુછ્યું શું હું તમને ગલે લગાવી શકુ છું તો મેં કહ્યું ઓેકે. તેણે મને ગળે લગાવ્યો અને મારો કાન ચાટ્યો. હવે આ વિશે વિચારો જો આજ વસ્તુ ઉંધી હોત તો? હું શું કહી શકત? આવી વસ્તુઓ થાય છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application