હોલિવુડના ફેમસ એક્ટર વિન ડિઝલ પર યૌન ઉત્પીડનનો આરોપ

  • December 23, 2023 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
હોલિવૂડના સુપરસ્ટાર વિન ડીઝલ પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. ફેમસ એક્ટર પર તેમના પૂર્વ આસિસ્ટન્ટ એસ્ટા જોનાસનને યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.અને કહ્યું હતું કે  પોતાની સાથે બળજબરી થઈ છે. મારી સામે જ તેને પેન્ટ ખોલ્યું અને ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસના એક્ટર વિન ડીઝલ પર તેમની એક્સ આસિસ્ટન્ટે યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. ગુરૂવારે લોસ એન્જિલ્સમાં દાખલ કેસ અનુસાર એસ્ટા જોનાસનનો દાવો છે કે એક્ટરે અટલાંટામાં ફાસ્ટ ફાઈવના સેટ પર કામ કરતી વખતે 2010માં તેમનું યૌન ઉત્પીડન કર્યું હતું. તેમનો દાવો છે કે 2010માં ડીઝલે તેમને હોટલના એક રૂમમાં તેમની સામે માસ્ટરબેટ કર્યું હતું. 


કાયદાકીય ફરિયાદ અનુસાર જોનાસનને વિન ડીઝલની કંપનીએ ઘણા બધા કામ કરવા માટે કહ્યું હતું. તેમાં સોશિયલ ઈવેંટ્સમાં ડીઝલ માટે વ્યવસ્થા કરવી અને તેમની સાથે રહેવું સાથે જ વિનની સાથે ઈવેન્ટ્સમાં જવું. આ બધુ કરવા માટે તેમને કહેવામાં આવ્યું હતું. જેનાસનના ફર્મ ગ્રીનબર્ગ ગ્રોસે એક નિવેદનમાં આ બધી વાતો જણાવી છે.  


વિન ડિઝલની વિરૂદ્ધ યૌન ઉત્પીડનના આરોપ 

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે તેમને પોતાના કસ્ટમરની સાથે ઉભા રહેવા અને વિન ડીઝલના સામે અવાજ ઉઠવવા પર ગર્વ છે. કેસમાં જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર 2010માં મોડી રાત બાદ, જોનાસનને સેંટ રેગિસ હોટલમાં ડીઝલના હોટલમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તે પણ ત્યાં સુધી જ્યાં સુધી તે એક ક્લબથી પરત ન આવી જાય. અને બાદમાં જ્યારે તે ત્યાંથી પરત ફર્યા તો ડીઝલે કથિત રીતે જોનાસનનું કાંડુ પકડી તેને બેડ તરફ ખેંચી. 


વિન ડિઝલે હકીકતે આમ કર્યુ? 

કોર્ટ કેસમાં આગળ લખ્યું છે, જોનાસન ભાગી ન શકી અને તેણે પોતાની આંખો બંધ કરી નાખી, વિન ડીઝલના નારાજ થવાના ડરથી તે પોતાને અલગ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. શારીરિક સુરક્ષા અને નોકરી ગુમાવવાના ડરના કારણે જોનાસન, વિનને કોઈ પણ પ્રકારનો પડકાર આપવાથી ડરી રહી હતી. જોકે જ્યારે ડીઝલે તેના અંડરવિયરને ઉતારવાનો પ્રયત્ન કર્યો તો તેણે બુમો પાડવાનું શરૂ કર્યું અને નીચ પડી ગઈ. રિપોર્ટ અનુસાર ડીઝલે કથિત રીતે તેને દિવાલ તરફ લઈ ગયો અને તેનો હાથ પ્રાઈવેટ પાર્ટ પર મુકયો.

દીપિકાના હીરોની વધી મુશ્કેલી

પ્રખ્યાત હોલીવૂડ એક્ટર વિન ડીઝલ પર તેના ભૂતપૂર્વ સહાયકે ગંભીર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પણ વિન ડીઝલ સાથે કામ કર્યું છે. દીપિકાએ XXX સાથે હોલીવુડની ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો, જેમાં વિન ડીઝલ મુખ્ય ભૂમિકામાં હતો.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application