હોલીવુડના ફેમસ એક્ટર કાર્લ વેથર્સનું નિધન

  • February 03, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોકી અને પ્રિડેટર જેવી યાદગાર ફિલ્મો આપનારા અભિનેતાએ 76 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ 


હોલીવુડના જાણીતા અભિનેતા કાર્લ વેથર્સનું નિધન થયું છે.જો કે હજુ સુધી તેમના મોતનું કારણ બહાર આવ્યું નથી.

રોકી અને પ્રિડેટર સહિત ઘણી ફિલ્મોમાં દમદાર અભિનય ઓળખ બનાવી હતી. તેણે ફિલ્મ 'રોકી'માં બોક્સર એપોલો ક્રિડની ભૂમિકા ભજવી હતી જે બાદ તેઓ લોકો વચ્ચે ઘણી ચર્ચાનો વિષય બન્યા હતા.તેમની ઉંમર 76 વર્ષની હતી. તેમના મેનેજરે એમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. મેનેજરના કહેવા પ્રમાણે, કાર્લનું તેના ઘરમાં મૃત્યુ થયું હતું.


કાર્લ વેધર્સે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં પોતાની વર્સેટિલિટીથી દરેકને પોતાના ચાહક બનાવ્યા હતા. રિપોર્ટ અનુસાર તેના પરિવારે નિવેદનમાં કહ્યું કે કાર્લ એક અસાધારણ માનવી હતો જેણે અસાધારણ જીવન જીવ્યું. ફિલ્મ, ટેલિવિઝન, કળા અને રમતગમતમાં તેમના યોગદાન દ્વારા તેમણે અમીટ છાપ છોડી છે. વિશ્વ તેમને તેમના કામ માટે યાદ કરશે.  


રોકીમાં કામ કરતા પહેલા, તે ફૂટબોલ ખેલાડી હતો અને તેને બોક્સિંગનો કોઈ અનુભવ નહોતો. વેધર્સે ઓડિશન આપ્યું હતું અને તેને રોકીમાં અપોલો ક્રિડની ભૂમિકા માટે કાસ્ટ કરવામાં આવ્યો હતો. આ પછી તે ઓસ્કાર વિજેતા ફિલ્મ રોકીની ત્રણ સિક્વલમાં જોવા મળ્યો હતો. તે બોક્સિંગ લિજેન્ડ મોહમ્મદ અલીને પોતાની પ્રેરણા માને છે, તેણે ઘણા ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

કાર્લ વેધર્સે તેની કારકિર્દીમાં ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. તેણે ફિલ્મો અને ટીવીમાં 75 થી વધુ પાત્રો ભજવ્યા છે. જેની શરૂઆત તેણે 1970ના દાયકામાં બ્લૅક્સપ્લોટેશન ફિલ્મોથી કરી હતી. આ સિવાય તેણે ડિઝની પ્લસ પર આવેલી ધ મેન્ડલોરિયનમાં કામ કર્યું હતું. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application