ગૂગલ મેપ પર આંધળો વિશ્વાસ કે આધાર રાખવો કયારેક જોખમી સાબિત થઈ શકે છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બિહારથી ગોવા જઈ રહેલો એક પરિવાર કર્ણાટકના ગાઢ જંગલમાં ફસાઈ ગયો થો અને ત્યાં જ રાત વિતાવવી પડી હતી અને સવારે અજવાળું થયા બાદ બહાર નીકળી શકાયું હતું.
બિહારથી ગોવા જઈ રહેલો એક પરિવાર ગૂગલ મેપ્સ પર આધાર રાખી કર્ણાટકના બેલાગવી જિલ્લામાં ભીમગઢ જંગલની અંદર થી પસાર થઈ રહ્યો હતો ત્યારે શોર્ટકટ માટે સૂચનાઓ મળતી રહેતી હતી અને પરિવાર એ રસ્તે આગળ વધતો રહ્યો હતો. શિરોલી અને હેમડાગા વિસ્તારના આ મુશ્કેલ માર્ગ પર ગુગલ મેપ્સે તેમને લગભગ ૮ કિલોમીટર અંદર લઈ જઈને મુશ્કેલીમાં મૂકી દીધા હતા અને અંધાં થઈ જતા ગાઢ જંગલ વિસ્તાર અને ખરાબ રસ્તા પરિવાર માટે પડકારપ બની ગયા હતા.
ગાઢ જંગલમાં મોબાઈલ નેટવર્ક ગાયબ હતું, જેના કારણે પરિવાર કોઈનો સંપર્ક કરી શકયો ન હતો. આ પછી, પરિવારને જંગલની કેડીઓ પર
અજાણ્યા જોખમોથી ઘેરાયેલા માહોલ વચ્ચે તેમની કારમાં રાત પસાર કરવાની ફરજ પડી હતી અને તેઓએ સવાર પડવાની રાહ જોવી પડી. સવાર પડતાં જ પરિવાર લગભગ ૪ કિલોમીટર ચાલીને આવા સ્થળે પહોચ્યો કે યાં મોબાઈલ નેટવર્ક મળી રહ્યું હતું. તેમણે તાત્કાલિક ઇમરજન્સી હેલ્પલાઇન ૧૧૨ પર સંપર્ક કર્યેા. સ્થાનિક પોલીસે ઝડપી કાર્યવાહી કરી પરિવારને જંગલમાંથી સુરક્ષિત બહાર કાઢો હતો.
આ પહેલી ઘટના નથી યારે ગૂગલ મેપ્સની ભૂલથી લોકો મુશ્કેલીમાં મુકાયા હોય. ગયા મહિને, ગૂગલ મેપ્સે ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક અધૂરા પુલ તરફ કારને માર્ગદર્શન આપ્યું હતું, જેના કારણે તે પુલ પરથી પડીને રામગંગા નદીમાં પડી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. આવી સ્થિતિમાં, કેટલીકવાર ટેકનોલોજી પર સંપૂર્ણપણે નિર્ભર રહેવું મુસાફરો માટે ઘાતક સાબિત થઈ શકે છે.આ ઘટનાઓ દર્શાવે છે કે ટેકનોલોજી પર અંધશ્રદ્ધા ખતરનાક બની શકે છે. નિષ્ણાતો કહે છે કે મુસાફરી કરતી વખતે વ્યકિતએ હંમેશા સ્થાનિક માહિતી પર આધાર રાખવો જોઈએ અને ગુગલ મેપ જેવા સાધનો પર સંપૂર્ણપણે આધાર રાખવો જોઈએ નહીં. જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech