રાજકોટમાં અલગ અલગ રહેતા દંપતીમાં હાલ ૫ વર્ષના સગીર પુત્રનો કબજો મેળવવાના સાડા ત્રણ વર્ષ પહેલાના કેસમાં ફેમિલી કોર્ટે સગીર પુત્રનો કાયમી કબ્જો પતિને સોંપવાનો આખરી હુકમ ક્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટના જલારામ નગરમાં રહેતા દંપતીના સને ૨૦૧૮માં લગ્ન થયેલ અને સહલગ્નજીવનથી સને ૨૦૧૯માં પુત્રનો જન્મ થયેલ, પરંતુ બન્ને વચ્ચે તકરારોના કારણે માતા સગીર પુત્ર સાથે સને ૨૦૨૦થી તેમના માવતરે ચાલ્યા ગયેલ અને માતાએ પિતા વિરુધ્ધ અલગ અલગ કાયદા હેઠળ કેસ કરેલ, જેમાં થયેલું સમાધાન નિષ્ફળ જતાં પત્ની સગીર પુત્ર સાથે ફરીથી તેની માતાને સાથે રહેવા ગઇ હતી, જેથી પિતાએ જે તે વખતે દોઢ વર્ષના સગીર પુત્રને મળવા તથા કાયમી કસ્ટડી મેળવવા ફેમિલી કોર્ટ રાજકોટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં પરિણીતાએ કોર્ટ સમક્ષ હાજર થઈ જવાબ-વાંધા રજૂ કરેલ હતા.
સદરહુ કામમાં પતિની અરજીથી પોતાના પુત્રને ચાલતા કેસ દરમિયાન મળવા માટે કોર્ટ દ્વારા સગીર પુત્રને દર મહિનાના પહેલા શનિવારે, અને જો રજા હોય તો સોમવારે ૦૩:૩૦ થી ૦૫:૩૦ દરમિયાન ફેમિલી કોર્ટ પ્રિમાઇસીસમાં મળવા, મળી શકશે તેવો વચગાળાનો હુકમ કરવામાં આવેલ. ત્યારબાદ બન્ને પક્ષકારો તરફે પરસ્પર ઊલટ તપાસ કરવામાં આવેલ અને પતિ તરફે વકીલ હર્ષિલ શાહ દ્વારા થયેલ ઊલટ તપાસમાં માતાએ સગીર પુત્ર સોંપી આપવાનું કબૂલ રાખેલ અને સમગ્ર પૂરાવાઓ તથા રેકર્ડ તથા બન્ને પક્ષકારો તરફે દલીલોને ધ્યાને લઈ ફેમિલી કોર્ટ દ્વારા પુત્રને મોટાભાગની જવાબદારી પિતા સંભાળતા હોવાનું ઠરાવી સગીર પુત્રનો કાયમી કબ્જો અરજદાર પિતાને સોંપી આપવાનો આખરી હુકમ કરવામાં આવેલ. આ કામમાં અરજદાર પિતા વતી ભાવનગરના એડવોકેટ અનિરુદ્ધસિંહ એચ. ઝાલા તથા રાજકોટના પી. એમ. શાહ લો ફર્મના એડવોકેટ પીયષુભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ રવિરાજ વાળા, ઋત્વીક વઘાસીયા તથા સંજય મેરાણી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કનસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ
May 18, 2025 02:42 PMઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech