ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવાર પર પાડોશમાં રહેતા પરિવારે ધોકા અને છરી વડે હત્પમલો કર્યેા હતો. જેમાં મહિલા સહિત બેને ઇજા પહોંચી હતી. આ શખસોએ આટલેથી ન અટકતા ઝૂંપડામાં રહેલ ટીવી અને વાસણ તેમજ બહાર રહેલ એકસેસ અને રિક્ષામાં તોડફોડ કરી હતી. આ અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા લીલાબેન મફાભાઈ ધધાણીયા(ઉ.વ ૫૫) નામના મહિલાએ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં જ રહેતા કિશન રાજુભાઈ જમનપરીયા (ઉ.વ ૨૬) તેની પત્ની કાજલ (ઉ.વ ૨૦) અને તેનો કૌટુંબિક ભાઈ ચીકુ કેશાભાઈ (ઉ.વ ૨૪) ના નામ આપ્યા છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે શાકભાજીની લારી કાઢી પરિવારનું ગુજરાન ચલાવે છે. પાડોશી પરિવાર અવારનવાર એઠવાડ અને ગંદુ પણ તેમના ઝૂંપડા તરફ નાખતા હોય જે બાબતે અગાઉ પણ બોલાચાલી થઈ હતી.
દરમિયાન તારીખ ૨૮૧૧ ના બપોરના સમયે પાડોશી કાજલે ફરી અહીં અઠવાડનું ગંદુ પાણી નાખતા આ બાબતે તેને કહેતા તેણે પોતાના પતિને વાત કરી હતી. બાદમાં આ પતિ પત્ની ઝઘડો કરવા લાગ્યા હતા ફરિયાદીના પુત્ર મુકેશ સાથે ઝપાઝપી કરી મારમાર્યેા હતો. કિશન પોતાના ઝુપડામાંથી ધોકો લઈ આવી મારવા લાગ્યો હતો આ દરમિયાન કિશનનો કાકાનો દીકરો ચીકુ અહીં આવ્યો હતો અને તે પણ ઝઘડો કરવા લાગ્યો હતો તેના હાથમાં છરી હોય જે છરી મહિલાને હાથમાં લાગી ગઈ હતી. દરમિયાન અહીં લોકો એકત્ર થતાં આ શખસો ઝઘડો કરી જતા રહ્યા હતા.મહિલાને ઇજા પહોંચી હોય તેને સારવાર માટે લઈ ગયા હતા ત્યાંથી પરત આવતા અહીં ઝુપડામાં ટી.વી તથા વાસણોમાં તોડફોડ કરી હોય તેમજ બહાર એકસેસ તથા રિક્ષામાં પણ આ પાડોશી પરિવારએ તોડફોડ કર્યાનું માલુમ પડું હતું. આ શખસોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે તે સમયે સમાધાનની વાત ચાલતી હોય જેથી ફરિયાદ નોંધાવી ન હતી. બાદમાં આ મામલે મહિલાએ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMગરમ પાણી કે ચાના થર્મોસમાંથી દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઉપાય
January 22, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech