ફલ્લા ગામે અષાઢી બીજ નિમિતે ધ્રાંગડા સુધીની રથયાત્રા નિકળી
જામનગર તાલુકાનાં ફલ્લા ગામે આવેલ મોમાઇ માતાજીના મંદિરે ગઇકાલે સવારે સમસ્ત બાંભવા ભરવાડ પરીવાર દ્વારા ઘ્વજા ચડાવવામાં આવી હતી, વાજતે-ગાજતે ડીજેના સથવારે શ્રી મોમાઇ માતાજીની રથયાત્રા ફલ્લા ગામેથી નિકળીને ધ્રાંગડા ગામનાં શ્રી મચ્છો માતાજીનાં મંદિરે પૂર્ણ થઇ હતી, જયાં શ્રી મચ્છો માતાજીની ઘ્વજા ચડાવવામાં આવી હતી, બપોરે મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, રથયાત્રાનો પ્રારંભ દ્વારકા જગ્યાના મહંત શ્રી બાલારામ બાપુ, મોમાઇ માતાજીનાં ભુવા ધનાભાઇ, મચ્છો માતાજીના ભુવા ટીડાભાઇએ કરાવ્યો હતો, જિલ્લા સદસ્ય કમલેશ ધમસાણીયા, સમસ્ત બાંભવા પરીવાર ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application