રાજકોટમાં વધુ એક વખત નકલી પોલીસે તોડ કર્યેા હોવાની ઘટના સામે આવી છે. ચોટીલા તાલુકાના લાખણકા ગામે રહેતા યુવાનને ૮૦ ફુટ રોડ પર અમુલ સર્કલ પાસે બાઈક પર આવેલા બે અજાણ્યા શખસોએ રોકયો હતો બાદમાં યુવાનને આ શખસોએ પોલીસ તરીકે ઓળખ આપી તું ચુનારાવાડમાં ક્રી પાસેથી મળીને આવ્યો છે તેમ કહી ખોટા કેસમાં ફીટ કરી દેશું કહી ઢીકાપાટુનો મારમારી તેની પાસેથી . ૨૩,૦૦૦ પડાવી લીધા હતા. જે અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ચોટીલા તાલુકાના લાખણકા ગામે રહેતા ભાવેશ વિઠ્ઠલભાઈ ખોરાણી(ઉ.વ ૩૦) નામના યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના મોટાભાઈ કેતન અને તેની પત્ની રાજકોટ ગ્રીન લેન્ડ ચોકડી ખાતે ભાડાના મકાનમાં રહે છે. યુવાનના ભાભીને ડીલીવરી હોવાથી રાજકોટમાં રૈયા રોડ પર આવેલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેથી ગત તા. ૨૫૧ ના બપોરના ૨:૦૦ વાગ્યા આસપાસ યુવાન તથા તેના કાકા વાલજીભાઈ તથા કાકી જશુબેન તેમજ તેની બહેન અર્ચના લાખણકા ગામેથી અહીં રાજકોટ આવ્યા હતા. હોસ્પિટલમાં સાંજ સુધી રોકાયા બાદ યુવાનને તેના ભાઈ કેતનના ઘરે આરામ કરવા જવું હોવાથી તે એકિટવાલે અહીંથી નીકળ્યો હતો. હોસ્પિટલના ખર્ચ માટે એકટીવામાં રોકડ પિયા ૨૫,૦૦૦ રાખ્યા હતા.
યુવાન એકટિવા લઇ ચુનારાવાડ ચોક ભાવનગર રોડ તરફ આવતો હતો અને બાદમાં અમુલ સર્કલથી ૮૦ ફુટ રોડ પર પહોંચતા રાત્રિના આશરે ૮:૩૦ વાગ્યે આસપાસ નંબર પ્લેટ વગરના બ્લુ કલરના એકસેસમાં બે શખસોએ તેને રોકયો હતો અને કહ્યું હતું કે, તું અહીં શું રખડે છે? જેથી યુવાને કહ્યું હતું કે હત્પં હોસ્પિટલથી મારા ભાઈના ઘરે જાવ છું આ બંને શખસે કહ્યું હતું કે, અમે પોલીસમાં છીએ અને કહ્યું હતું કે તું ચુનારાવાડ ચોક પાસે આવેલ મકાનની ડેઈલી પાસે ઉભેલ ક્રી પાસે ગયો હતો. જેથી તારી પાછળ પાછળ આવી તેને પકડો છે અને તારા પર કેસ કરવાનો છે. તારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવું પડશે. આ સાંભળી યુવાન ગભરાઈ ગયો હતો અને કહ્યું હતું કે, મારા ભાભી હોસ્પિટલમાં દાખલ છે અને મારે ત્યાં જવું પડે તેમ છે તમે તમારી રીતે કઈં થતું હોય તો પૂં કરો. જેથી આ બંને શખસોએ કહ્યું હતું કે, ગુગલ પે માં કેટલા પિયા છે જેથી યુવાનો ૪,૫૦૦ જેટલા પડા હોવાનું કહ્યું હતું બાદમાં આ શખસો યુવાનની એકટિવાની ડેકી ખોલી જોતા તેમાં રોકડ પિયા ૨૫,૦૦૦ પડા હોય તે જોઈ તેને કહ્યું હતું કે, જો તારા ઉપર કેસ થવા દેવો ન હોય તો આ પિયા અમને આપી દે યુવાને ના પાડી હતી અને કહ્યું હતું કે, દવાખાનાના કામ માટે છે જેથી આ બંને તેને ઢિકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહેતા યુવાન ડરી ગયો હતો. બાદમાં આ શખસોએ કહ્યું હતું કે, દવાખાના નું કામ છે એટલે ૨૦૦૦ પાછા આપું છું. તેમ કહી પિયા ૨૩,૦૦૦ યુવાન પાસેથી પડાવી આ બંને શખસો ચાલ્યા ગયા હતા. બાદમાં યુવાને અહીં રસ્તા પર એક વ્યકિતને આ બાબતે વાત કરતા તેણે કહ્યું હતું કે, આ નકલી પોલીસ પણ હોઈ શકે ત્યારબાદ યુવાની ૧૦૦ નંબર પર ફોન કરતા પીસીઆર વાન આવી હતી અને આ બાબતે વાત કરી હતી. બાદમાં આ અંગે યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં તેની સાથે બનેલી આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech