દસ રૂપિયામાં બની રહ્યા હતા નકલી જન્મ–મરણના ઓનલાઇન પ્રમાણપત્ર

  • January 24, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓનલાઈન પોર્ટલ પર માત્ર દસ પિયામાં કોઈપણ વ્યકિતનું નકલી જન્મ અને મરણનું પ્રમાણપત્ર બનાવવાની દેશવ્યાપી છેતરપિંડી સામે આવી છે. સુરત શહેર પોલીસની ઈકો ક્રાઈમ બ્રાન્ચે આ છેતરપિંડીનો પર્દાફાશ કર્યેા છે. આ સાથે નકલી પ્રમાણપત્રો બનાવતા ચાર ઓનલાઈન વેબ પોર્ટલની ઓળખ પણ કરી છે. પોલીસે બિહારથી આ પોર્ટલ ચલાવનાર વ્યકિતનું નામ આપ્યું છે અને તપાસ શ કરી દેવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, નકલી જન્મ–મરણ પ્રમાણપત્ર ઓનલાઈન બનાવવાની સુવિધા ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન, ફાસ્ટ પોર્ટલ ડોટ કોમ, સિન્ટુ હોસ્ટ ઇન, સીઆરએસઓઆરજીઆઇ ડોટ જીઓઓવી ડોટ ઇન પર આપવામાં આવી રહી છે.

આ છેતરપ આચરવા માટે જેના નામે તેમજ જે રાય અને શહેરનું પ્રમાણપત્ર બનાવવાનું હોય તેની માહિતી પોર્ટલ પર દાખલ કરવામાં આવતી હતી. તેના થોડા જ સમયમાં પ્રમાણપત્ર તૈયાર થઈ જતુ હતું. આ માટે પોર્ટલ પર જ માત્ર દસ પિયાનું ઓનલાઈન પેમેન્ટ કરીને પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની સુવિધા આપવામાં આવતી હતી. આ બાબતમાં ઐંડાણપૂર્વક ઉતરતા એ જાણવા મળ્યું હતું કે આ પોર્ટલ અને વેબસાઈટ બિહારના ઝાઝા શહેરનો સિન્ટુ યાદવ નામનો વ્યકિત ઓપરેટ કરી રહ્યો હતો. પોલીસે સુરત મ્યુનિસિપલ કોર્પેારેશનના અધિકારી અમિત રાખોલિયાએ નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધી એક ટીમ બિહાર રવાના કરી છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા એક બાતમીદાર પાસેથી માહિતી મળ્યા બાદ પોલીસે સુરત મહાનગરપાલિકાના જન્મ–મૃત્યુ નોંધણી વિભાગને પત્ર લખીને તપાસ કરવા જણાવ્યું હતું. આથી, તપાસમાં બહાર આવ્યું હતું કે મહાનગરપાલિકાના વરાછા ઝોનમાંથી સુરેશ ચૌહાણના નામે આપવામાં આવેલું પ્રમાણપત્ર નકલી હતું. તેના પર સબરજીસ્ટ્રારના હસ્તાક્ષર હતા, પરંતુ કયૂઆર કોડ સ્કેન કરતાં ઈ–ઓળખ એપ ખુલતા તેમાં આ અંગે રેકોર્ડ જોવા મળ્યો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application