જમ્મુમાં ભારતીય પોસ્ટનું નકલી વાહન ઝડપાયું

  • April 11, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જમ્મુ પોલીસના સાઉથ ડિવિઝને ગઈકાલે એક સનસનાટીભર્યા કિસ્સાનો ખુલાસો કર્યો છે. પોલીસે દાવો કર્યો છે કે ભારતીય ટપાલ વિભાગનું એક નકલી વાહન શહેરમાં ફરતું હતું. આ નકલી વાહન ટપાલ વિભાગના વાહનની જેમ બનાવવામાં આવ્યું હતું અને તેના પર ભારતીય પોસ્ટનો લોગો પણ લગાવવામાં આવ્યો હતો.

જમ્મુ પોલીસના જણાવ્યા અનુસાર, આ વાહનમાં એક ખાસ પોલાણ પણ બનાવવામાં આવ્યું હતું. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે સરકારી વાહનમાં બનાવેલા આ પોલાણનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે થઈ રહ્યો હતો. આમાં શંકાસ્પદ માલની હેરફેરનું કામ ચાલી રહ્યું હતું. હાલમાં પોલીસે આ વાહનને પોતાના કબજામાં લઈ લીધું છે અને માહિતી એકઠી કરવાનું શરૂ કરી દીધું છે. આ પહેલા પણ, આતંકવાદી સંગઠનો જમ્મુ અને કાશ્મીરમાં ગેરકાનૂની પ્રવુતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી આતંકવાદીઓને જમ્મુથી કાશ્મીર ખીણમાં લઈ જવા માટે ટ્રકોનો ઉપયોગ કરતા રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ઘણી વખત ટ્રકોમાં રાખેલા માલમાં છુપાઈને કાશ્મીર જતા આતંકવાદીઓના એન્કાઉન્ટર પણ કર્યા છે. ઘણી વખત જમ્મુ અને કાશ્મીર પોલીસે વિવિધ વાહનોમાં કાશ્મીરમાં દાણચોરી કરવામાં આવતા હથિયારો અને ડ્રગ્સના માલસામાન જપ્ત કર્યા છે. ડ્રગ્સ અને હથિયારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, આતંકવાદીઓ વાહનોમાં ખાસ કેવિટી(પોલાણ) બનાવે છે અને તેમાં સામાન છુપાવે છે. પોલીસે ભાગ્યે જ આવું વાહન પકડ્યું છે જે સરકારી વાહનનું ડુપ્લિકેટ છે અને તેના પર સરકારી લોગો લગાવવામાં આવ્યો હોય. સામાન્ય રીતે, સરકારી વાહનોની તપાસ કરવામાં આવતી નથી અને કદાચ રાષ્ટ્રવિરોધી તત્વો આનો લાભ લઈને તેનો ઉપયોગ કરતા હશે. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application