ગોંડલનાં ગ્રાફિકનાં વેપારીને છેડતી અને બળાત્કારમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી ક્રાઈમ બ્રાંચનાં એએસઆઇની ઓળખ આપી રાજકોટનાં શખ્સે ગોંડલ આવી પાંચ લાખનો તોડ કર્યા બાદ વધુ બે લાખની માંગ કરી ગોંડલ આવતા વેપારીએ પોલીસને જાણ કરી હોય પોલીસે નકલી એએસઆઇને દબોચી લઇ કાર્યવાહી કરી હતી.ગોંડલમાં જડપાયેલા નકલી એએસઆઇ સામે તાજેતરમાં રાજકોટમાં પણ ગેસ્ટહાઉસ માંથી બહાર નિકળતા કપલને ધમકાવી ૩૧ હજારનો તોડ કર્યાની ફરિયાદ રાજકોટ એ ડીવીઝન પોલીસમાં થયેલી છે.
બનાવની પ્રા વિગત મુજબ ગોંડલનાં ભોજરાજપરામાં રહેતા અને જેતપુર રોડ ત્રણખુણીયા પાસે બંશી ગ્રાફિક નામે ઓફિસ ચલાવતા કેયુરભાઇ કમલેશભાઈ કોટડીયા ઉ.૨૮ ગત તા.૨૧–૧૨નાં ઓફીસનાં કામે રાજકોટ ગયા હતા. યાં ગીરીશભાઈ પરમાર પાસેથી પેમેન્ટ લેવાનું હોય પેમેન્ટ લઈ લીમડા ચોકથી બસસ્ટેન્ડ જવા રીક્ષામાં બેઠેલ આ સમયે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચનાં એએસઆઇ તરીકે આપી કેયુરભાઇ પાસે આધારકાર્ડ માંગ્યુ હતુ. બાદમાં પોલીસની ઓળખ આપનાર શખ્સે દુકાનનું કાર્ડ માંગતા તે આપ્યા બાદ આધારકાર્ડ પરત કરી હત્પ તપાસમાં ગોંડલ આવીશ તેવુ કહી જતો રહેલ. કેયુરભાઇ બપોરનાં રાજકોટથી ગોંડલ પરત ફરી પોતાની ગ્રાફિકની ઓફીસે હતા. ત્યારે રાજકોટ મળેલો શખ્સ ઓફિસમાં આવી પોતાની ઓળખ ક્રાઈમ બ્રાંચનાં અધિકારી મયુરસિંહ ઝાલા તરીકે આપી કેયુરભાઇને ધમકાવેલ કે તે રાજકોટમાં એક છોકરીની છેડતી કરી છે. તારી ઉપર ફરિયાદ દાખલ થવાની છે. તારે છેડતીનાં ગુન્હામાં ફીટ થવુ છેકે વહીવટ કરી પતાવટ કરવી છે. એવુ કહી કેયુરભાઇનો મોબાઇલ લઇ લીધો હતો. મોબાઇલમાં ગુગલ પે ચેક કરતા પંદર લાખનું બેલેન્સ હોય આ શખ્સે કેયુરભાઇને કહેલકે છેડતીનો કેસ રફેદફે કરવો હોય તો પાંચ લાખ આપવા પડશે.કેયુરભાઇ એ આજીજી કરેલ કે મારી પાસે આટલા પૈસા નથી. તો આ શખ્સે છેડતી અને બળાત્કારના ગુન્હામાં ફીટ કરી દઇશ તો દસ વર્ષ સુધી જેલમાંથી છુટીશ નહી તેવુ કહી ધમકી આપતા ગભરાઇ ગયેલા કેયુરભાઇ એ બેંક માંથી પાંચ લાખ ઉપાડી આ શખ્સને આપતા તે પૈસા લઇ ચાલ્યો ગયો હતો.
દરમિયાન તા.૨૮ના ફરી કેયુરભાઇને વોટસઅપ કોલ આવ્યો હતો. જેમા સાહેબ પાંચ લાખમાં માનતા નથી. વધુ બે લાખ માંગેછે.જે તારે આપવા પડશે.હત્પં ગોંડલ તારી ઓફીસે આવુ છુ. એવુ કહી મયુરસિંહ થોડી કલાકમાં કેયુરભાઇની ઓફિસે આવી વધુ પૈસા માટે ધમકાવી બળાત્કારનાં કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપતા કેયુરભાઇ એ પૈસાની વ્યવસ્થા કરવા દશ દિવસનો સમય માંગતા મયુરસિંહ જતો રહેલ. બાદમાં કેયુરભાઇ એ તેના મિત્ર અંકીતભાઇ કોટડીયાને બનાવ અંગે જાણ કરતા તેમણે બી'ડીવીઝન પોલીસ માં જાણ કરી હતી.
દરમિયાન બપોરે મયુરસિંહ કેયુરભાઇ ની ઓફિસે આવતા ઓફિસ નીચેથી પોલીસે દબોચી લઇ આકરી પુછપરછ કરતા તે મયુરસિંહ ઝાલા નહી પણ મીહીર ભનુભાઇ કુંગશીયા રે.પોપટપરા રાજકોટ હોવાનુ જણાવ્યુ હતુ.અસલી પોલીસને જોઇને નકલી એએસઆઇ મીહીર ભાગવા જતા અને પડી જતા પગમાં ઇજા પંહોચી હતી. પોલીસે નકલી પોલીસ મીહીર કુંગશીયા સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મીહીર કુંગશીયા એ થોડા સમય પહેલા રાજકોટનાં બસસ્ટેન્ડ પાછળ આવેલા ગેસ્ટહાઉસ માંથી ઉતરી રહેલા યુવક યુવતીને પોલીસનો રોફ જમાવી એકત્રીસ હજારનો તોડ કર્યાની ફરિયાદ રાજકોટ એ ડીવીઝનમાં થઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech