લોધીકા પાસેના મેટોડામાં ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સ્કોવડે દરોડો પાડી અહીં કારખાનામાં બાળકો પાસે મજૂરી કરવામાં આવતી હોય પોલીસે એક બાળમજૂરને મુકત કરાવી કારખાનેદાર વિદ્ધ ગુનો નોંધ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટની ટીમને એવી માહિતી મળી હતી કે, મેટોડા જીઆઇડીસીમાં ગેટ નંબર એક પાસે આવેલા કારખાનામાં બાળમજૂરી કરાવવામાં આવી રહી છે. આ માહિતીને આધારે ટીમે અહીં અહીં મેટોડા જીઆઇડીસીમાં ગેટ નંબર–૧ પાસે ડાયનામેટીક ટેકનો કાસ્ટ નામના કારખાનામાં દરોડો પાડો હતો. અહીં તપાસ કરતા એક બાળમજૂર મળી આવતા પોલીસે તેને મુકત કરાવ્યો હતો. આ અંગે રાજકોટમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતા કારખાનેદાર વિરમ ભુટાભાઈ ચાવડીયા વિદ્ધ પોલીસે બાળમજૂરી કરાવવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech