ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની તાજેતરમાં 45મી કેન્દ્રીય સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં પર્યટનના વધતા વ્યાપ્ને ધ્યાને લઈ પ્રવાસન સ્થળો પર દેખરેખ વધારવા વિનંતી કરવામાં આવી હતી તેમજ લોકોને સલામત અને પોશણયુક્ત ખોરાક મળી રહે તે માટે રાજ્યોને ઇ-કોમર્સ ઓપરેટર્સના વેરહાઉસમાં દેખરેખ વધારવા કડક ફામર્િ જારી કરવામાં આવ્યું હતું.આ મીટિંગમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવેમ્બરથી માર્ચ સુધીની ટોચની પ્રવાસી મોસમની તૈયારીમાં સલામતીના ધોરણોને સુનિશ્ચિત કરવા માટે લોકપ્રિય પ્રવાસન સ્થળો પર દેખરેખ વધારવા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અધિકારીઓએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને માર્ચ 2026 સુધીમાં 25 લાખ ફૂડ હેન્ડલર્સને તાલીમ આપવા વિનંતી કરવામાં આવી હતી, જેમાં યુનિવર્સિટી, કોલેજ અને હોસ્ટેલ કેન્ટીનનો સમાવેશ થાય છે. ફૂડ રેગ્યુલેટર એફએસએસએઆઈએ રાજ્ય સત્તાવાળાઓને ઇ-કોમર્સ ઓપરેટરોના વેરહાઉસમાં દેખરેખ વધારવા અને ગ્રાહકોને સલામત ખોરાક સુનિશ્ચિત કરવા ડિલિવરી કર્મચારીઓ માટે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓ જારી કરવા જણાવ્યું હતું. પ્રવાસન સિઝન દરમિયાન લોકપ્રિય સ્થળો પર સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બંને પ્રવાસીઓની ઊંચી સંખ્યાને ધ્યાનમાં રાખીને, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આ પ્રવાસન સ્થળો પર ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ મોબાઇલ લેબ્સનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી.
એફએસએસએઆઈ સીઈઓ જી કમલા વર્ધન રાવે વિવિધ રાજ્યોના ફૂડ કમિશનરોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા વેરહાઉસ અને અન્ય સુવિધાઓ પર દેખરેખ વધારવા ભારપૂર્વક સુચન કર્યું હતું.ઉપરાંત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સર્વેલન્સ સેમ્પલ વધારવા માટે કહેવામાં આવ્યું હતું અને આ હેતુ માટે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ મોબાઇલ વાનને તૈનાત કરવા પણ કહેવામાં આવ્યું હતું.
બેઠકમાં, એક સંકલિત ખાદ્ય સુરક્ષા અભિગમની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો, તમામ સંબંધિત મંત્રાલયો, હિતધારકોને સહયોગ કરવા વિનંતી કરી હતી અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્ય અને જિલ્લા સ્તરે સલાહકાર સમિતિની બેઠકો નિયમિતપણે બોલાવવા માટે પ્રોત્સાહિત કયર્િ હતા.
આ મીટીંગમાં ઈટ રાઈટ ઈન્ડિયા ચળવળના ભાગરૂપે તંદુરસ્ત આહારની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ગ્રાહકોને સક્રિયપણે જોડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ખાદ્ય સુરક્ષા જાગૃતિ વધારવા પારંપરિક માધ્યમનો ઉપયોગ કરવાની સલાહ
રાજ્યોને મેળા, વોકથોન અને શેરી નાટકો, નુક્કડ નાટક જેવી આઉટરીચ પહેલ દ્વારા ખાદ્ય સુરક્ષા જાગૃતિ વધારવાની સલાહ આપવામાં આવી હતી.60 થી વધુ અધિકારીઓએ મીટિંગમાં સક્રિયપણે ભાગ લીધો હતો, જેમાં કમિશ્નર ઓફ ફૂડ સેફ્ટી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ, એફએસએસએઆઈના વરિષ્ઠ અધિકારીઓ અને ખાદ્ય ઉદ્યોગ, ગ્રાહક જૂથો, કૃષિ ક્ષેત્ર, પ્રયોગશાળાઓ અને સંશોધન સંસ્થાઓના સભ્યોનો સમાવેશ થાય છે. આ અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે લોકોમાં જાગૃતિ લાવવામાં પારંપરિક માધ્યમો પણ અસરકારક ભાગ ભજવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMગુજરાત ખારવા સમાજનો નગારે ઘા, ૨૬ ડિસેમ્બરે ગુજરાત બંધ
December 23, 2024 02:23 PMએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech