રાજકોટ : SNK સ્કૂલ દ્વારા ઉઘરાવવામાં આવતી તોતીંગ ફી મામલે NSUI મેદાને, FRC કમિટીની ઓફિસે ઉગ્ર રજૂઆત

  • February 22, 2023 06:12 PM 

રજુઆતમાં સાથે સાથે ઉમેર્યું હતું કે જે જે સ્કૂલો ફી વધારા માટે ફાઈલ અરજી કરે અને સંચાલક પોતાની અપેક્ષિત ફી મંજૂરી માંગે તે તમામ કેસમાં કેમ મંજુર કરી દેવામાં આવે છે ? કોઈ ઓડિટ કે હીયરીંગ વગર આ રીતે વધારો કઈ રીતે આપી શકો ? 2017-2023 ના નામાંકિત ખાનગી શાળાઓની મંજુર કરેલ ફી માં મોટાભાગની શાળાઓએ પોતે ખોટ માં જઈ જે તે સંસ્થા ચલાવે છે તેવા સોગંધનામાં કર્યા છતાં કમિટી દ્વારા આ વાતને ગળે કેમ ઉતારીને આવુ લોલમ લોલ ગાડુ કેમ ચલાવામાં આવે ?

 સૌરાષ્ટ્ર ઝોનની 1500 થી વધુ સ્કૂલોનું એક જ કમિટી કઈ રીતે ઓડિટ કરી શકે તે પણ મોટો સવાલ છે ! કમિટી પાસે છે એક જ  સી.એ. તો તમામ સ્કૂલોએ સોંગધનામાંમાં દર્શાવેલ માહિતીમાં બારીકાઇથી ખરાઈ કઈ રીતે કરી શકે ? શું FRC પાસે ફી વધારાનો અધિકાર છે કે ધટાડો પણ કરી શકે ? 

 તેઓએ વિશેષ જણાવ્યું હતું કે અમારી પાસે SNK સ્કૂલના FRC એ કરેલ ઓર્ડરના પુરાવા છે જેમાં સ્કૂલે અનેક ખોટી માહિતીરૂપે ખર્ચ દેખાડ્યા છે અને તે મંજુર કરી પણ દીધા જેમાં FRC અનેક બેદરકારીઓ સામે આવી છે જો આવી એક સ્કૂલમાં આટલા છબરડા નીકળે તો સમજી લ્યો આમાં ક્યાંથી વાલીઓ આ સાંઠગાંઠ કંપનીને પહોંચી શકશે ? 
​​​​​​​

SNK સ્કૂલ સંચાલકે FRCના ઓર્ડર સામે હાઇકોર્ટમાં જઈને ફી વધારો કર્યો છે જે ફી મામૂલી નથી તે એક ધોરણ વાઈજ pre-k 1,10,000 માં હવે વાલીઓ pre-k ના 2,13,000 ભરવા પડશે ! જો કે નવાઈ અનેક વાતો જણાવીએ તો  pre-k એ FRC ના અંડર આવતું ના હોવા છતાં સંચાલક વાલીઓને FRC માં મંજુર થયેલ ફી ભરવાપાત્રની સર્ક્યુલર મોકલે છે. 2020-21માં કોરાના પરિસ્થિતિ હોવાથી શાળાઓ બંધ હતી તો ખર્ચ કઈ હતા જ નહિ શિક્ષણ ઓનલાઇન હતું છતાં સ્કૂલે અનેક ખોટા ખર્ચ સોગંધનામામાં દર્શાવ્યા અને FRC એ 27 થી 30% સુધી ફીનો મંજૂરી આપી દીધી ? અને આ પાછલા વર્ષની ફીના ઉઘરાણા સંચાલક દવારા ધમકીથી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પાસેથી ટ્રાંસ્પોર્ટેશન ફી અલગ ટ્રસ્ટના નામે ઉઘરાણા કરે છે તો ડ્રાયવર -કંડક્ટરનો પગાર સ્કૂલે પોતાના ટ્રસ્ટમાં દર્શાવ્યો છતા FRC એ મંજુર કેમ કરી ? સ્કૂલે FRC માં 2020-21માં દર્શાવેલ સ્ટુડન્ટ વેલ્ફેર ખર્ચ 2.54 કરોડ દર્શાવી જણાવ્યું કે અમે વિદ્યાર્થીઓને ટ્રાન્સપોરેશન ફ્રી માં આપ્યું પરંતુ હકીકતે એ સુવિધા 2018-2019 માં આપી હતી તો આવા મોટા ખર્ચ નું ઓડિટ કેમ ના કર્યું ?  સ્કૂલે આર્થિક પછાત બાળકોને શિક્ષણ સુવિધાઓ ફ્રીમાં આપવાનું પણ દર્શાવ્યું તો સ્કૂલે પોતાના પૈસે ચેરિટી કેમ ના કરી ? આવા ખર્ચ વિદ્યાર્થીઓના વાલીઓના ખીચા પર બોજ શા માટે ?

આ સ્કૂલમાં ગઈકાલે રાતે ફી વધારા મામલે મામલે વાલીઓએ હોબાળો કરતા વાલી મિટિંગ એક વાલી પોતાની રજુઆત કરવા ઉભા થયા તો એમને ધક્કા મારી સેક્યુરીટીએ બહાર કાઢ્યા અને પોલીસ બોલાવી ધમકાવવામાં આવ્યા ! આવો તો કેવો નિયમ કે કોઈ વાલી પોતાની વાત રાખી ના શકે ? વાલીઓને ધમકી ભર્યા મેસેજ છતાં તંત્ર ચૂપ રહે તે શરમજનક બાબત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application