અમેરિકન સંસ્થાઓમાં અભ્યાસ કરતા ભારતીય વિધાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. કોવિડ પછી આ સૌથી મોટો ઘટાડો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેટા દર્શાવે છે કે ગયા વર્ષના આ દિવસોની સરખામણીમાં ૨૦૨૪ના પ્રથમ નવ મહિનામાં ભારતીયોને આપવામાં આવેલા એફ –૧ સ્ટુડન્ટ વિઝામાં ૩૮ ટકાનો ઘટાડો થયો છે. ભારતીય વિધાર્થીઓને આપવામાં આવેલા એફ –૧ વિઝાની સંખ્યા કોરોના પછીના સમયગાળામાં ખુબા જ ઓછી થઇ ગઈ છે. આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ૬૪,૦૦૮ વિઝા આપવામાં આવ્યા છે, યારે ૨૦૨૩ના સમાન મહિનામાં ૧,૦૩,૪૯૫ વિઝા આપવામાં આવ્યા હતા. ડેટા દર્શાવે છે કે ૨૦૨૧માં ૬૫,૨૩૫ વિઝા અને ૨૦૨૨માં ૯૩,૧૮૧ વિઝા આપવામાં આવ્યા હતા. રોગચાળા દરમિયાન ૨૦૨૦ના પ્રથમ નવ મહિનામાં ભારતીયોને માત્ર ૬,૬૪૬ એફ –૧ વિઝા આપવામાં આવ્યા હતા.
આ ઘટાડો માત્ર ભારતીય વિધાર્થીઓ પૂરતો મર્યાદિત નથી. અમેરિકામાં આવનારા ચાઈનીઝ વિધાર્થીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ૨૦૨૪ની સરખામણીમાં ચીનના વિધાર્થીઓ ૮ ટકા ઓછા પર પહોંચ્યા છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ચીની વિધાર્થીઓને કુલ ૭૩,૭૮૧ એફ –૧ વિઝા આપવામાં આવ્યા હતા, જે ગયા વર્ષે ૮૦,૬૦૩ હતા, પરંતુ હજુ પણ ૨૦૨૨માં જારી કરાયેલા ૫૨,૦૩૪ કરતાં વધુ છે. એફ –૧ વિઝા એ યુ.એસ.માં શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માંગતા વિધાર્થીઓ માટે નોન–ઇમિગ્રન્ટ કેટેગરી છે. અમેરિકન ઉચ્ચ શિક્ષણમાં ભારતીયો દ્રારા તાજેતરની બે સિદ્ધિઓને પગલે ભારતીય વિધાર્થીઓને એફ –૧ ઇસ્યુ કરવામાં ઘટાડો નોંધપાત્ર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech