ખંભાળિયા નજીકના જામનગર માર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તા. 24 મી ના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન, સારવાર તેમજ દવા વિતરણ અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં રાજકોટની જાણીતી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટની આંખની હોસ્પિટલના ડોક્ટરો તેઓની સેવાઓ આપશે. આ સાથે યોજાયેલા સર્વરોગ નિદાન, સારવાર કેમ્પમાં અહીંના ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા દર્દીઓને તપાસી, દવા આપશે.
આ સેવા કાર્ય માટે મોહનભાઈ, નિર્મલાબેન નટુભાઈ તથા શરદભાઈ રાજા (યુ.કે.) પરિવારનો આર્થિક સહયોગ સાંપળ્યો છે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના દર્દીઓને સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech