ત્રણ મહિના સુધી આકરી ગરમીની શકયતા, પ્રિ–મોન્સૂન પણ નબળું રહેશે

  • March 28, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હજુ માર્ચ મહિનો પૂરો થયો નથી અને દેશના ઘણા ભાગોમાં મે–જૂન જેવી આકરી ગરમી પડવા લાગી છે. ગઈકાલે દેશના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાયું હતું. દક્ષિણ અને મધ્ય ભારતના ઘણા રાયોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી ગયું છે. તેલંગાણામાં ૩૩માંથી ૨૨ જિલ્લામાં તાપમાન ૪૦થી ઉપર ગયું હતું. ઉત્તર–મધ્ય ભારતમાં પણ ગરમી આકરી બનવા લાગી છે. રાજધાની દિલ્હીમાં મંગળવારે મહત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી સેલ્સિયસ હતું, જે આ વર્ષે અત્યાર સુધીનું સૌથી વધુ અને સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ છે.


હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી ત્રણ મહિના સુધી લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન હીટવેવનો સમયગાળો રહેશે. એટલું જ નહીં, ચોમાસા પહેલાનો સમયગાળો પણ ઓછો રહેવાની ધારણા છે, જોકે ચોમાસાના છેલ્લા તબક્કામાં સારો વરસાદ થશે. અલ નીનોના કારણે ઓછો વરસાદ થવાની સંભાવના છે. ચોમાસાના આગમન સાથે જૂનમાં અલ નીનો સમા થવાની ધારણા છે. હવામાનશાક્રીઓના મતે અલ નીનોની વિદાયની અસર વરસાદ પર પડી શકે છે. અતિશય વરસાદ કેટલાક રાયોમાં ખતરાની ઘંટડી વગાડી શકે છે. ચોમાસાને કારણે દક્ષિણના રાજયોમાં પૂરની સ્થિતિ સર્જાવાની આશંકા છે.


ઓછા વરસાદવાળા રાયોમાં વધુ અસર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે માત્ર મધ્ય અને પૂર્વ ભારતમાં સામાન્ય વરસાદ થયો છે, તેથી બાકીના ભાગોમાં શઆતથી જ ગરમીનો અનુભવ થઈ શકે છે. આ વખતે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર્ર, પંજાબ, આંધ્રપ્રદેશ અને કેટલાક ઉત્તર–પૂર્વીય રાયોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહ્યો છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application