જામનગરમાં યુવાન પાસે રાક્ષસી વ્યાજની વસુલાત : ધમકીઓ દીધી

  • May 03, 2023 11:37 AM 

કુલ ચાર સામે ગુનો નોંધાયો : 10 થી 15 ટકા સુધીનું ઉંચુ વ્યાજ લીધું : આરોપીઓની શોધખોળ

જામનગરના કિશાનચોક વિસ્તારમાં રહેતા ગેરેજના ધંધાર્થી પાસેથી તોંતીંગ વ્યાજ વસુલ કયર્િ બાદ વધુ રકમની માંગણી કરી ધમકીઓ દીધાની ત્રણ વ્યાજખોર સહિત ચાર સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે, આરોપીઓએ 10 થી 15 ટકા જેટલુ વ્યાજ વસુલ કર્યુ હતું અને કોરા ચેક લીધા હતા રકમ ચુકવી દેવા છતા વધુ માંગણી કરીને અન્ય એક શખ્સ મારફત દરેડના વ્યાજખોરે ધમકીઓ અપાવી હતી. પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતીમાન કયર્િ છે.
જામનગરના કિશાનચોક બારાડી બંદુકની દુકાન પાસે રહેતા અને ગેરેજના ધંધાર્થી હિરેન રાજેન્દ્રભાઇ કનખરા (ઉ.વ.43) નામના યુવાને ગઇકાલે સીટી-એમાં જામનગરના ખંભાળીયા ગેઇટ પાસે સોનીની વાડી સામે રહેતા પારસ કટારમલ, પટેલપાર્કમાં રહેતા રિઝવાન જસાણી, દરેડમાં રહેતા ભરત ગોહિલ અને હર્ષદમીલની ચાલી પાસે રહેતા અન્ના ખફી આ ચારેયની વિરુઘ્ધ આઇપીસી કલમ 504, 506(1), 114, તથા મનીલેન્ડર્સ એકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી હિરેનભાઇએ આરોપી પારસ પાસેથી ા. 32 હજાર 10 ટકાના વ્યાજે લીધા હતા, તેનું દર મહીને પાંચ હજાર વ્યાજ ભરતો હતો તેમજ આરોપીએ ફરીયાદી પાસેથી બે કોરા ચેક લઇ લીધા હતા, ા. 30 હજાર જેટલુ વ્યાજ ચુકવી આપેલ હોવા છતા 25 હજારની માંગણી આરોપી કરતો હતો.
આરોપી રિઝવાન પાસેથી ફરીયાદીએ ા. 50 હજાર 15 ટકાના વ્યાજે લીધા હતા તેનું દર મહીને પાંચ હજાર વ્યાજ ભરતા હતા, તેને પણ ગ્રામીણ બેંકનો એક કોરો ચેક આપ્યો હતો, અને ા. 60 હજાર જેટલુ વ્યાજ ચુકવી આપેલ હોવા છતા હજુ 70 હજાર પીયાની આરોપી માંગણી કરતો હતો.
જયારે આરોપી ભરત પાસેથી ા. 1.72 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા તેનું દર મહીને ા. 17 હજાર વ્યાજ ફરીયાદી ભરતો હતો, ા. 1.54 લાખ જેટલુ વ્યાજ ચુકવી આપેલ હોવા છતા આરોપી બે લાખની માંગણી કરતો હતો. ત્રણેય આરોપીઓએ ઉંચા વ્યાજના દર વસુલી લાયસન્સ વગર ફરીયાદી હિરેનને પીયા વ્યાજે આપી વસુલાત કરવા અપશબ્દો બોલી માર મારવાની ધમકીઓ દીધી હતી.
ઉપરાંત આરોપી અન્ના ખફીએ આરોપી ભરતના પીયા તથા વ્યાજ માટે ફરીયાદીને અપશબ્દો કહી માર મારવાની ધમકી આપી મદદગારી કરી હતી. છેલ્લા એકાદ માસથી લઇને તા. 1લી મે સુધના સમય દરમ્યાન આરોપીઓએ ફરીયાદીને કનડગત કરી હતી, મામલો પોલીસ મથકે પહોંચતા ફરીયાદના આધારે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતીમાન કયર્િ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application