રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા પરફેકટના શો રૂમમાં સેલ્સ એકઝીકયુટીવ તરીકે નોકરી કરનાર શખસે કારના ડાઉનપેમન્ટની રકમ ગ્રાહકો પાસેથી લઇ કંપનીમાં જમા ન કરાવી રૂ.5.37 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.અંદાજિત આઠ ગ્રાહકોની રકમ લઇ કંપ્નીમાં જમા ન કરાવી હોવાનું માલુમ પડયું હતું.પોલીસે આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રાજકોટ ગોંડલ રોડ રાજકમલ પેટ્રોલપંપ્ની બાજુમાં આવેલ પરફેકટ રીટ્રેડર્સ પ્રા.લી. નામના નેકશાના શો-રૂમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરનાર નીખીલેશભાઇ અશોકભાઇ ગોહેલ(ઉ.વ. 31 રહે. વર્ધમાનનગર મેઇન રોડ અરાઇઝ વન એપાર્ટમેન્ટ ફલેટ નં.801, ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પ્ની સામે) દ્વારા માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિક્રમસિંહ જગતસિંહ ઠાકુર (રહે. મોચીનગર-6 શેરી નં.2 પ્રજાપતી હાર્ડવેરની પાસે ગાંધીગ્રામ, રાજકોટ) નું નામ આપ્યું છે.
નીખીલેશભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઉપરોકત શો-રૂમમાં જુલાઇ-2023 થી નોકરી કરે છે. તેમની કામગીરી શો-રૂમમાં રહેલ નવી કારનુ વેચાણ કરવાની છે અને તેમની ટીમમાં 15 માણસો કામ કરે છે. જે પૈકી આરોપી વિક્રમસિંહ ઠાકુર છેલ્લા એક વર્ષથી તેમની ટીમમાં કામ કરતો હતો અને તેનુ કામ શો-રૂમમાં આવતા નવા કસ્ટમરને નવી કાર બતાવીને સેલ્સ કરવાનુ હોય છે અને તેની ફરજ દરમિયાન તેણે કસ્ટમરને વેચાણથી આપેલ કારના ડાઉન પેમેન્ટ તથા એસેસરીઝના પેમેન્ટ તરીકે આવેલ રકમમાંથી થોડી થોડી રકમ પોતાના અંગત ઉપયોગમાં ખર્ચ કરી કંપ્નીમાં જમા નહી કરી, તા.24/08/2023 થી તા.30/11/2023 સુધીમાં તેણે અમારી કંપ્નીમાં કસ્ટમર પાસેથી આવેલ ડાઉન પેમેન્ટ તથા એસેસરીઝ પેમેન્ટ તરીકે આવેલ રકમ પૈકી કટકે કટકે કુલ રૂ. 5,37,460 ની રકમ પોતાના અંગત ખર્ચમાં ઉપયોગ કરી કંપ્નીમાં જમા નહીં કરાવી ઉચાપત કયર્નિી આ ફરિયાદ નોંધાવી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,આરોપી વિક્રમસિંહ ઠાકુર મૂળ ઉત્તારખંડનો વતની છે તેના પિતા હોટલમાં નોકરી કરે છે.વિક્રમસિંહ અહીં છેલ્લા એકાદ વર્ષથી નોકરી કરતો હતો.આરોપી ડાઉન પેમેન્ટની રકમ ગ્રાહક પાસેથી લઇ તેમાંથી 50 હજારથી લઇ લાખ જેટલી રકમ કાઢી લેતો મેઇન શો રૂમમાં હિસાબ ચારેક દિવસ બાદ આપવાનો હોય તે પહેલા તે અન્ય ગ્રાહક પાસેથી રકમ મેળવી જમા કરાવી દેતો હતો.પરંતુ ગત ડિસેમ્બર માસ પૂર્વે તેના લગ્ન હોય જેથી તેણે 15 દિવસની રજા રાખી હોય આ રોલીંગ અટકી જતા તેના કરતુતનો ભાંડાફોડ થયો હતો.આરોપીએ અંદાજિત આઠ ગ્રાહકોની ડાઉન પેમન્ટની રકમ કંપનીમાં જમા ન કરાવી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આરોપીએ બે માસમાં રકમ ચૂકવી દેવાની ખાતરી આપી હતી.પણ રકમ ન ચુકવતા અંતે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આરોપીની ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech