બગસરાની માણેકવાડા સહકારી મંડળીના તત્કાલીન મંત્રી અને 10 વ્યવસ્થાપક સભ્યો સામે હોદા પર રહી રૂ.96,27,550ની કપટકરી ઉચાપત કરી હોવાની ફરિયાદ બગસરા પોલીસમાં નોંધાવાઇ છે. મંડળીના ઓડિટર વિનોદભાઈ સામતભાઇ બલદાણીયા (રહે-અમરેલી)એ ફરિયાદમાં તત્કાલીન મંત્રી સાગર અરવિંદભાઈ પટોળીયા તેમજ સભ્યો ધીરૂ નાથાભાઈ પટોળીયા, બેચર લાલજીભાઈ આસોદરીયા, વલ્લભ જાદવભાઈ વડાળીયા, મનસુખ કેશવભાઈ પટોળીયા, ભીખા પોપટભાઈ કાનાણી, અરવિંદ વલ્લભભાઈ પટોળીયા, મનસુખ રણછોડભાઈ પટોળીયા, રાજેન્દ્ર વિઠલભાઈ કોટડીયા, મથુર મુળજીભાઈ ગાજીપરા અને રમેશ પુનાભાઈ કોટડીયા (તમામ રહે.માણેકવાડા)ના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ માણેકવાડા સહકારી મંડળીમાં નાણાકીય ગેરરીતિ કરવામાં આવી રહી હોવાની અરજી અરજદાર અજયભાઇ પટોડીયા દ્વારા મળતા આ અંગેની તપાસ કરવામાં આવી હતી તપાસમાં કેટલાક નાણાકીય વ્યવહાર શંકાસ્પદ જણાતા વધુ ઊંડાણ પૂર્વક તપાસની જરૂર હોવાથી ગુજરાત સહકરી મંડળી અધિનિયમ-86 મુજબ ચોક્સીની કાર્યવાહી હાથ ધરવા માટે અભિપ્રાય માગવામાં આવતા ચોકસી પેનલ દ્વારા તપાસ કરી રિપોર્ટ કરવામાં આવતા રિપોર્ટમાં રૂ.96,27,550ની ગંભીર નાણાકીય ગેરરીતિ જોવા મળતા આ અંગે મંડળીના મંત્રી, પ્રમુખ અને સભ્યોની જવાબદારી ફિક્સ થતા તમામને હોદાપરથી દૂર કરી અને ફોજદારી કાર્યવાહી કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મંડળીના માજી મંત્રી સાગર અરવિંદભાઈ પટોડીયા દ્વારા ઉચાપત કરેલી રકમ વ્યાજ સાથે પરત જમા કરાવી આવી હતી પરંતુ મોટી રકમ હંગામી રીતે ઉચાપત કયર્નિું ફલિત થાય છે. આ ગંભીર ઉચાપતના બનાવમાં હોદેદારો અને વહીવટદારને પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યા છતાં માત્ર અરજી કરી હોવાથી આથી વહીવટદાર દ્વારા પણ પોલીસ ફરિયાદ માટેના પ્રયત્નો પૂરતા કરવામાં મ આવતા અમરેલી જિલ્લા રજીસ્ટાર બી.એન.પટેલએ ઉચાપત કરનાર તમામ સામે ફરિયાદ નોંધાવવા આદેશ કરતા અંતે પોલીસે આઇપીસી 406,408, 417,420,421,114 અન્વયે હંગામી ઉચાપત કયર્નિો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech