આ કોઈ પહેલીવાર નથી, અમેરિકાએ નિયમો મુજબ ભારતીયોને મોકલ્યાઃ વિદેશ મંત્રી એસ. જયશંકર

  • February 06, 2025 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાથી હાંકી કઢાયેલા ભારતીયો મુદ્દો વિપક્ષે સંસદમાં ઉઠાવ્યો છે. જેન લઈને વિદેશમંત્રી એસ. જયશંકરે સંસદમાં જવાબ આપતા જણાવ્યું કે, અમેરિકાએ નિયમો મુજબ ભારતીયોને મોકલ્યા છે. સાંસદોએ જાણવું જોઈએ કે આ કોઈ નવી વાત નથી, આ પહેલા પણ બનતું રહ્યું છે. વર્ષ 2009માં 747 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. એ જ રીતે સેંકડો લોકોને વર્ષ દર વર્ષ પાછા મોકલવામાં આવ્યા. દરેક દેશમાં રાષ્ટ્રીયતાની તપાસ કરવામાં આવે છે. 


અમે યુએસ સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ
વધુમાં જણાવ્યું હતું કે, લશ્કરી વિમાન દ્વારા મોકલવાનો નિયમ 2012થી અમલમાં છે. આ બાબતે કોઈ ભેદભાવ નથી. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ફસાયેલા હતા, તેમને પાછા લાવવા પડ્યા. અમે યુએસ સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ. જેથી ખાતરી કરી શકાય કે ડિપોર્ટ થયેલા લોકો સાથે કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર ન થાય. આપણું ધ્યાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરવા પર હોવું જોઈએ. 


અમે દેશનિકાલના મુદ્દા પર અમેરિકી સરકાર સાથે સતત સંપર્કમાં છીએ
દેશનિકાલ પર સંયુક્ત રાષ્ટ્ર સંધિનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે, તે કાયદેસર સ્થળાંતરને સમર્થન આપવા અને ગેરકાયદેસર સ્થળાંતરને અસમર્થન કરવા માટે છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ત્યાં અમાનવીય પરિસ્થિતિમાં ફસાયેલા હતા. ભારતીયો સાથે કોઈપણ પ્રકારનો અમાનવીય વ્યવહાર ન થાય તે માટે અમે દેશનિકાલના મુદ્દા પર અમેરિકી સરકાર સાથે સતત સંપર્કમાં છીએ.

દર વર્ષે કેટલા ગેરકાયદે ભારતીયો પરત આવ્યા?


2010799
2011597
2012530
2013550
2014591
2015708
20161303
20171024
20181180
20192042
20201889
2021805
2022862
20241368
2025104




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application