46 ટીમો દ્વારા પીજીવીસીએલનું ચેકીંગ: સવારના સાત વાગ્યાથી જામનગરમાં રામેશ્ર્વરનગર, પટેલ કોલોની, નીલકમલ વિસ્તારમાં ઠેર ઠેર ચેકીંગ શ: ગઇકાલે 93 વીજ કનેકશનોમાં ચોરી પકડાતા ા. 56.25 લાખનો દંડ
પીજીવીસીએલ દ્વારા આજે સવારે સાત વાગ્યાથી ત્રીજા દિવસે જામનગર શહેરનાં કેટલાક વિસ્તારો અને ખંભાળીયા શહેરમાં 36 ટીમો દ્વારા વીજ ચેકીંગ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સાંજ સુધીમાં વીજચોરી પકડાઇ તેવી શકયતા છે. ગઇકાલે દિવસ દરમ્યાન 46 ટીમો દ્વારા કરાયેલા વીજ ચેકીંગમાં 93 વીજ કનેકશનોમાં વીજચોરી પકડાતા ા. 56.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આજે સવારથી જામનગર શહેરમાં રામેશ્ર્વરનગર, પટેલ કોલોની, વામ્બે આવાસ, નીલકમલ સોસાયટી સહિતનાં વિસ્તારોમાં વીજચેકીંગની કાર્યવાહી શ કરી દેવામાં આવી છે. સતત ત્રીજા દિવસે વીજચેકીંગ થઇ રહ્યું છે. અને સાંજ સુધીમાં મોટા પાયે વીજચોરી પકડાશે.
ગઇકાલે સનસીટી, એસ.ટી. ડીવીઝન, નગર સીમ તથા આજુબાજુની ડેવલોપ થતી સોસાયટી, હાપા માર્કેટીંગ વિસ્તાર, ગોકુલધામ, કર્મચારી નગર, ધોરીવાવ, અને જામનગર શહેરનાં કેટલાક વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વાંસજાળીયા, તરસાઇ, સખપુર, અને જામજોધપુર તાલુકાનાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં 46 ટીમો દ્વારા 543 વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 93માં વીજચોરી પકડાઇ હતી. અને ા. 56.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ચેકીંગ દરમ્યાન 12 લોકલ પોલીસ અને 14 એસઆરપીનાં જવાનો બંદોબસ્તમાં રહ્યા હતા. સમગ્ર કાર્યવાહી ઉપર પીજીવીસીએલનાં અધિક્ષક ઇજનેર રસીક વ્યાસ માર્ગદર્શન આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રુડોના રાજીનામા પછી કેનેડામાં કોણ સંભાળશે સત્તા? હવે ભારતીય મૂળની અનિતા પણ રેસમાંથી બહાર
January 12, 2025 01:18 PMશિયાળામાં મેકઅપની આ ભૂલો બગાડી શકે સંપૂર્ણ લુક
January 12, 2025 01:05 PMદક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટના હજુ પણ રહસ્યમય! બ્લેક બોક્સમાંથી છેલ્લી 4 મિનિટની રેકોર્ડિંગ ગાયબ
January 12, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech