ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈના ફરી એકવાર વિવાદમાં છે. ટૂનર્મિેન્ટમાં ટાઈટલ જીત્યા બાદ સેલિબ્રેશન કરવું સ્વાભાવિક છે, હરભજન સિંહે સેલિબ્રેશનનો આવો વીડિયો પોસ્ટ કર્યો હતો, જે હવે હંગામાનું કારણ બની ગયો છે. આ વીડિયોમાં હરભજન, યુવરાજ સિંહ, રૈના અને ગુરકીરત માન પર વિકલાંગ લોકોનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને ચારેય પૂર્વ ક્રિકેટરો વિરુદ્ધ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
શનિવાર, 13 જુલાઈના રોજ, બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ સ્ટેડિયમમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ટી-20 ટૂનર્મિેન્ટની ફાઇનલમાં ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ ટકરાયા હતા. ભૂતપૂર્વ ક્રિકેટરોને સાંકળતી આ ટુનર્મિેન્ટમાં, ભારતીય ટીમનું નેતૃત્વ હરભજન સિંહ કરી રહ્યા હતા અને ભારતીય ચેમ્પિયન્સે 5 વિકેટે ખિતાબ જીત્યો હતો. ખેલાડીઓ અલગ-અલગ રીતે આ જીતની ઉજવણી કરી રહ્યા હતા અને આ પ્રયાસમાં હરભજન, યુવરાજ, રૈના અને ગુરકીરતે એક વીડિયો બનાવ્યો જેમાં તેઓ લંગડાતા ડ્રેસિંગ રૂમમાં પ્રવેશી રહ્યા હતા. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ’તૌબા-તૌબા’ ગીત વાગી રહ્યું હતું અને હરભજને કેપ્શનમાં લખ્યું હતું - 15 દિવસ સુધી લિજેન્ડ્સ ક્રિકેટ રમ્યા બાદ અમારું શરીર થાકી ગયું હતું.
આ વિડિયોએ વિકલાંગ સમુદાયને નારાજ કર્યો અને ટિપ્પણીઓમાં તેમની ટીકા થઈ. ભારતની પ્રખ્યાત પેરા એથ્લેટ માનસી જોશીએ આ ખેલાડીઓને ફટકાર લગાવતા કહ્યું કે પોલિયોથી પીડિત વિકલાંગ લોકોની આ રીતે મજાક ઉડાવવી એ સારી વાત નથી. જયારે ભારતીય પેરાલિમ્પિક સંઘે પણ આના પર નારાજગી વ્યક્ત કરી અને ખેલાડીઓને ઠપકો આપ્યો. હવે આ મામલે વિકલાંગ લોકો માટે કામ કરતી સંસ્થા નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઑફ એમ્પ્લોયમેન્ટ ફોર ડિસેબલ્ડ પીપલએ ચાર ક્રિકેટરો વિરુદ્ધ નવી દિલ્હીના અમર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામની માલિક કંપ્ની મેટા સામે પણ આવો વીડિયો પોસ્ટ કરવાની પરવાનગી આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ મામલો સાયબર સેલને સોંપવામાં આવશે.
હરભજને માફી માગી, વીડિયો ડિલીટ કર્યો
વીડિયોને કારણે હંગામો થયા બાદ હરભજન સિંહે ઈન્સ્ટાગ્રામ પર નિવેદન જારી કરીને માફી માંગી હતી. હરભજને પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે તેનો કે તેના સાથીદારોનો વિકલાંગોની મજાક ઉડાવવાનો કોઈ ઈરાદો નથી. હરભજને કહ્યું કે તે માત્ર એટલું જ કહેવા માંગતો હતો કે સતત ક્રિકેટ રમ્યા બાદ તેનું શરીર આવું બની ગયું છે. હરભજને એમ પણ કહ્યું કે જો તેના વીડિયોથી કોઈને દુ:ખ પહોંચ્યું હોય તો તે તેના માટે માફી માંગે છે. વિવાદ વધ્યા બાદ હરભજને આ વીડિયો ડિલીટ પણ કરી દીધો હતો. આ વીડિયો માટે સુરેશ રૈનાએ માફી પણ માંગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech