રાજકોટ માર્કેટ યાર્ડમાંથી શાકભાજીની અમદાવાદ, વડોદરા અને સુરત નિકાસ

  • January 22, 2025 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં સતત છેલ્લા એક પખવાડિયાથી શાકભાજીની મબલખ આવક થતા ભાવ ગગડીને સિંગલ ડિજિટમાં પહોંચી ગયા છે. હાલ શહેરની દૈનિક જરિયાત અને વેંચાણથી વધુ માત્રામાં આવક થઇ રહી હોય શાકભાજી બગડી ન જાય તે માટે આજથી અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોમાં નિકાસ શ કરાઇ છે.
વિશેષમાં યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, તમામ શાકભાજીની પુષ્કળ આવક થઇ રહી છે અને તેથી ભાવ તળિયે પહોંચ્યા છે, હાલ વાતાવરણ સ્વચ્છ હોય અને ઠંડી ઘટી હોય ખેડૂતોને ખેતર વાડીઓમાંથી યાર્ડ સુધી શાકભાજી લાવવાનું સાનુકૂળ રહે છે.
અમુક શાકભાજીના ભાવ તો હાલ ઘટીને પ્રતિ કિલોના .બે થી પાંચ જેટલા થઇ ગયા છે. રાજકોટથી અમદાવાદ, વડોદરા અને સુરત નિકાસ થઇ રહી છે, બીજી બાજુ આણંદ, ખેડા, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર સહિતના વિસ્તારોમાં શાકભાજીનું પુષ્કળ ઉત્પાદન થયું હોય ત્યાંનું શાકભાજી રાજકોટ માર્કેટ યાર્ડમાં વેંચાવા આવી રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application