બાંગ્લાદેશમાં હિંદુઓનું અસ્તિત્વ જોખમમાં ૫૦ વર્ષમાં વસ્તી ૨૦%થી ઘટીને ૮.૫

  • September 17, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાંગ્લાદેશના લઘુમતી હિન્દુઓ પર અત્યાચારનો મુદ્દો કેનેડાની સંસદમાં ઉઠાવવામાં આવ્યો છે. કેનેડાના હિંદુ સાંસદ ચદ્રં આર્યએ બાંગ્લાદેશી હિંદુઓ પર ગુજારવામાં આવી રહેલા અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો. હાઉસ ઓફ કોમન્સમાં બોલતા આર્યએ કહ્યું, 'હત્પં બાંગ્લાદેશમાં હિંદુઓ, બૌદ્ધો અને િસ્તીઓ સહિત ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવતી હિંસાથી ખૂબ ચિંતિત છું.' તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 'યારે પણ બાંગ્લાદેશમાં અસ્થિરતા હોય છે, ત્યારે ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓએ તેનો ભોગ બનવું પડે છે.' શેખ હસીનાના રાજીનામા બાદથી બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હત્પમલાઓ વધી ગયા છે. જેમાં હિન્દુઓને સૌથી વધુ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેયુ હતું કે હિન્દુ સમુદાયમાં લઘુમતીઓ પર થતા અત્યાચારો વિદ્ધ કેનેડા ૨૩ સપ્ટેમ્બર, સોમવારે સંસદ હિલ પર રેલીનું આયોજન કરશે જેમાં કેનેડાના બૌદ્ધ અને િસ્તીઓ કે જેઓ બાંગ્લાદેશમાં પરિવારો ધરાવે છે તેઓ જોડાશે.
કેનેડાના સાંસદે બાંગ્લાદેશમાં લઘુમતીઓની ઘટતી સંખ્યા પર ચિંતા વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે ૧૯૭૧માં આઝાદી મળી ત્યારથી બાંગ્લાદેશની વસ્તીમાં ધાર્મિક લઘુમતીઓનો હિસ્સો નોંધપાત્ર રીતે ઘટો છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ૧૯૭૧માં લઘુમતી વસ્તી ૨૩.૧ ટકા હતી, જેમાંથી લગભગ ૨૦ ટકા હિંદુઓ હતા. હવે લઘુમતીઓની સંખ્યા ઘટીને લગભગ ૯.૬ ટકા થઈ ગઈ છે, જેમાં હિંદુઓની સંખ્યા લગભગ ૮.૫ ટકા છે.
તેમણે કહ્યું કે હિન્દુ સમુદાયમાં લઘુમતીઓ પર થતા અત્યાચારો વિદ્ધ કેનેડા ૨૩ સપ્ટેમ્બર, સોમવારે સંસદ હિલ પર રેલીનું આયોજન કરવા જઈ રહ્યું છે. કેનેડાના બૌદ્ધ અને િસ્તીઓ કે જેઓ બાંગ્લાદેશમાં પરિવારો ધરાવે છે તેઓ પણ આ રેલીમાં ભાગ લેશે


બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર

બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓને નિશાન બનાવવાનું ચાલુ છે. શેખ હસીનાના ગયા પછી દેશભરમાં હિન્દુ સમુદાય અને તેમના ધર્મસ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશની હિન્દુ બૌદ્ધ િસ્તી એકતા પરિષદે ઓગસ્ટમાં બનેલી ઘટનાઓની નિંદા કરી હતી અને સરકાર પાસેથી રક્ષણની માંગ કરી હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર સાથેની વાતચીતમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. બાંગ્લાદેશની વચગાળાની સરકાર પણ હિંદુઓ સાથેના ભેદભાવમાં પાછળ નથી. તાજેતરમાં, બાંગ્લાદેશની વચગાળાની સરકારના ગૃહ સલાહકારે હિન્દુઓને દુર્ગા પૂજા દરમિયાન અઝાન અને નમાઝના પાંચ મિનિટ પહેલાં સંગીત અને સાઉન્ડ સિસ્ટમ્સ બધં કરવા કહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application