વરિષ્ઠ નાગરિકો માટે ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમને GSTમાંથી મુક્તિ મળે તેવી શક્યતા છે. રાજ્ય મંત્રી પેનલના મોટાભાગના સભ્યોએ સામાન્ય માણસને ફાયદો થાય તે માટે ટેક્સ ઘટાડવાનું સમર્થન કર્યું છે. જોકે, રૂ. 5 લાખથી વધુના આરોગ્ય વીમા કવર પર 18 ટકા જીએસટી લાગતો રહેશે. દર ઘટાડવા અથવા કર નાબૂદ કરવા અંગેનો અંતિમ નિર્ણય કાઉન્સિલ લેશે.
આગામી દિવસોમાં ટર્મ કે હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરવામાં રાહત મળવાની છે. જીવન અને આરોગ્ય વીમા પર GST દર નક્કી કરવા માટે શનિવારે રચાયેલી મિનિસ્ટર્સ (GoM) ની બેઠકમાં, 5 લાખ સુધીના કવરેજ સાથેના આરોગ્ય વીમા અને ટર્મ ઈન્સ્યોરન્સ પરના ટેક્સને સંપૂર્ણપણે નાબૂદ કરવા પર સહમતિ બની છે.
GST કાઉન્સિલ અંતિમ નિર્ણય લેશે
5 લાખથી વધુના કવરેજવાળા સ્વાસ્થ્ય વીમા પર પહેલાની જેમ 18 ટકા જીએસટી લાગતો રહેશે. આ સિવાય વરિષ્ઠ નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતા સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમને પણ ટેક્સમાંથી મુક્તિ મળી શકે છે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ લેશે. હાલમાં ટર્મ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પર 18 ટકા GST વસૂલવામાં આવે છે.
વરિષ્ઠ નાગરિકો પર અપાશે વિશેષ ધ્યાન
એક અધિકારીએ જણાવ્યું હતું કે જીઓએમના સભ્યો વીમા પ્રિમીયમના દરમાં ઘટાડો કરવા માટે વ્યાપકપણે સંમત થયા હતા. બેઠક બાદ જીઓએમના સંયોજક અને બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે મંત્રીઓના જૂથના દરેક સભ્ય લોકોને રાહત આપવા માંગે છે. વરિષ્ઠ નાગરિકો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. અમે આ મહિનાના અંત સુધીમાં કાઉન્સિલને રિપોર્ટ સોંપીશું. અંતિમ નિર્ણય GST કાઉન્સિલ લેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોક્સોના કેસમાં નિર્દોષ છુટકારો
November 14, 2024 10:43 AMખંભાળીયા નગરપાલિકા દ્વારા ચાલુ નોકરીએ મૃત્યુ પામેલ સફાઈ કર્મચારીના પરિવારને સહાય
November 14, 2024 10:41 AMદ્વારકા: અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે પગલા લેવા કલાપ્રેમીઓની પ્રબળ માંગ
November 14, 2024 10:36 AMકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસે લોકસંપર્ક યોજાયો
November 14, 2024 10:32 AMજામજોધપુરમાં કચરો સળગાવતી વેળાએ દાઝી જતા મહિલાનું મોત
November 14, 2024 10:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech