ગુજરાતમાં પ્રોફેશનલ ટેકસ નાબૂદ થવાનો છે તેવી વાતો વચ્ચે રાજકોટમાં પ્રોફેશનલ ટેકસના કરદાતાઓની સંખ્યામાં વધારો થતાં નાણાંકીય વર્ષના અતં પૂર્વે ટાર્ગેટ પ્લસ આવકથી રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી છલકાઇ છે, સાથે જ એવી વિગતો પણ બહાર આવી છે કે રાજકોટમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોકટર, એડવોકેટ, આર્કિટેકટ, એન્જિનિયર, કોન્ટ્રાકટર, બિલ્ડર, કન્સલ્ટન્ટ, એજન્ટ, શેર બ્રોકર જેવા પ્રોફેશનલ્સ તેમજ કારખાનેદારો અને પ્રા.લિ.પેઢીઓની સંખ્યા વધી છે. કોરોનાકાળ પછી દર વર્ષે સ્વતત્રં વ્યાવસાયિકોની સંખ્યા ઉત્તરોત્તર વધી છે. વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩–૨૦૨૪ અંતર્ગત પ્રોફેશનલ ટેકસની .૨૮ કરોડની આવકના બજેટરી ટાર્ગેટ સામે હાલ સુધીમાં ૨૮.૧૬ કરોડની ટાર્ગેટ પ્લસ આવક થઇ ગઇ છે અને માર્ચ અન્ડના આગામી ચાર દિવસોમાં હજુ આવક વધશે. સતત છેલ્લા ચાર વર્ષથી પ્રોફેશનલ ટેકસની આવકમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે વર્ષ ૨૦૨૦–૨૧માં .૧૯.૩૪ કરોડ, ૨૦૨૧–૨૨માં ૨૪.૭૬ કરોડ, ૨૦૨૨–૨૩માં ૩૮.૦૮ કરોડ અને ચાલુ વર્ષ ૨૦૨૩–૨૪માં ૨૮.૧૬ કરોડની આવક થઇ છે. ૨૦૨૨–૨૩માં રાય સ્તરે વ્યાજ માફી અને પેનલ્ટી માફીની સ્કિમ અમલી કરાતા આવકમાં વિશેષ વધારો થયો હતો. શહેરમાં હજુ પણ અનેક વ્યવસાયિકોને એવી ધારણા છે કે પ્રોફેશનલ ટેકસ નાબૂદ થશે પરંતુ પ્રોફેશનલ ટેકસ નાબૂદ કરવાની વાત હવે વિચારણામાં પણ રહી ન હોય હવે ટેકસ ભરપાઇ કરી આપવો હિતાવહ છે.
ખાનગી પેઢીઓના કર્મચારીઓના પગારમાંથી ટેકસ વસૂલવા ઇરાદો
રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં પ્રાઇવેટ લિમિટેડ પેઢીઓ તેમણે પેઢીગત ભરવાપાત્ર થતો પ્રોફેશનલ ટેકસ ભરે છે પરંતુ આગામી દિવસોમાં ખાનગી પેઢીઓના કર્મચારીઓ પાસેથી પ્રોફેશનલ ટેકસ વસુલવામાં આવશે.
ખાનગી હોસ્પિટલો, શાળા, કોલેજોમાં સ્પેશિયલ ડ્રાઇવનું સારું પરિણામ મળ્યું
રાજકોટ શહેરમાં કાર્યરત અનેક ખાનગી અને ટ્રસ્ટની હોસ્પિટલ્સ તેમજ સેલ્ફ ફાયનાન્સ શાળાઓ અને કોલેજો વિગેરે ઉપર સ્પેશ્યલ ડ્રાઇવ કરતા અનેક નવા રજિસ્ટ્રેશન થતા તેના પરિણામ સ્વપે નિર્ધારિત સમય પૂર્વે લયાંક હાંસલ થયો હતો
કેટરર્સ, બ્યુટી પાર્લર્સ, હેર સલૂન, કોચિંગ કલાસિસ ઉપર ડ્રાઇવ કરવા વિચારણા
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કાર્યરત કેટરિંગ સર્વિસ પ્રોવાઇડર્સ, બ્યુટી પાર્લર્સ અને હેર સલૂન તેમજ કોચિંગ કલાસીસ સહિતના પ્રોફેશનલ્સ ટેકસ ભરતા હોતા નથી, આથી આ પ્રોફેશનલ્સ ઉપર ચેકિંગ અને રજિસ્ટ્રેશન માટે વોર્ડ વાઇઝ ડ્રાઇવ કરવાની વિચારણા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech