આપણે ખૂબ જ ઝડપી પરિવર્તનના સમયમાં જીવી રહ્યાં છીએ. વિશ્વ પરિવર્તન પામી રહ્યું છે, વિશ્વ નવિનતમ બની રહ્યું છે અને તેથી જ જો આપણે આ ઝડપથી પરિવર્તન પામતા વિશ્વમાં બચવું હોય તો આપણે નવિન સંશોધનો કરવા જ રહ્યાં.
તેથી, આજે અહીંયા ઉપસ્થિત તમામ લોકો માટેઃ પરિવર્તનને સ્વીકારવા માટે તૈયાર રહો. સાયન્સ અને ટેકનોલોજીને કારકિર્દીના વિકલ્પ તરીકે સ્વીકારવા માટે તૈયાર રહો કારણ કે સાયન્સ અને ટેકનોલોજી ભવિષ્યની ચાવી છે.
ભવિષ્યની મોટાભાગની રોજગારી આ ક્ષેત્રોમાં હશે. તેથી, પરંપરાના બંધનો તોડી નાંખો, તમારી જાતને પડકાર આપો અને પરિવર્તનકારી બનો.
કમ્યુનિકેશન, શિક્ષણ અને આરોગ્યસંભાળથી માંડીને વ્યવસાય અને ફાઇનાન્સ સુધી, ટેકનોલોજીની પરિવર્તનકારી તાકાત દ્રશ્યમાન છે. સામાન્ય રીતે સ્ટેમ અને ખાસ કરીને આઇસિટી ટેકનોલોજીની અભૂતપૂર્વ પ્રગતિના ચાલકો છે.
આપણે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં વધારે ઉંડાણમાં ઉતરીએ તો આઇસિટીની ભૂમિકા વધુને વધુ મહત્વપૂર્ણ બનતી જાય છે, જે દરેક ક્ષેત્રમાં ઇન્નોવેશનનો આધાર છે અને સુનિશ્ચિત કરે છે કે આપણી ડિજીટલ અને ટેકનોલોજીકલ પ્રગતિ તરફની યાત્રા અવિરત ચાલુ રહે અને આપણો દેશ આગળ વધે.
દુઃખદ રીતે, આજે પણ, ભારતના ટેક વર્કફોર્સમાં જાતિગત ભેદભાવ જોવા મળે છે.
આપણે પ્રથમ બે ઔદ્યોગિક ક્રાંતિ ચૂકી ગયા છીએ અને ત્રીજીમાં માત્ર કદમતાલ મિલાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગે આપણને સુધારો કરવાની તક આપી છે.
આપણે તકનો લાભ લેવો જોઇએ, આપણે આપણી જાતને જોતરવી જોઇએ અને આપણે શ્રેષ્ઠ બનવું જોઇએ. નહીંતર, આપણાં પર અપ્રસ્તુત બની રહેવાનું જોખમ રહેલું છે.
તેથી, ભારતના શ્રેષ્ઠતમ પ્રદર્શન માટે, વધારેને વધારે છોકરીઓ – આવતીકાલની મહિલાઓ- એ સ્ટેમના ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઇએ અને ટેકનોલોજીને કારકિર્દીના વિકલ્પ તરીકે સ્વીકારવી જોઇએ.
ટેક ઇન્ડસ્ટ્રીના સતત વિકસી રહેલા પરિદૃશ્યમાં, વર્કફોર્સમાં મહિલાઓનું ઓછું પ્રતિનિધિત્વ આઘાતજનક વાસ્તવિકતા છે. જાતિગત તફાવત માત્ર જાતિગત પૂર્વગ્ર દર્શાવે છે એટલું જ નહીં પરંતુ નવિન સંશોધનના માર્ગમાં અડચણ પણ છે. આ ખાઇને દૂર કરવી એ વ્યૂહાત્મક રીતે આવશ્યક છે, ઉદ્યોગની સાથે-સાથે સમાજ માટે, સર્વગ્રાહી વિકાસ માટે જરૂરી છે.
મહિલાઓ લીડર અને ચેન્જ મેકર બનવા માટે પુરુષો કરતાં ઓછી યોગ્ય નથી. અને તેમ છતાં સ્ત્રીનું ટોચ પર પહોંચવું પુરુષની પ્રગતિ કરતાં હંમેશા વધુ મુશ્કેલ છે.
હું અંગત રીતે માનું છું કે લીડર તરીકે મહિલાઓ પુરૂષોની સરખામણીએ સરસાઇ ધરાવે છે. સ્ત્રીઓમાં સહાનુભૂતિ હોય છે અને તે આપોઆપ તેમને વધુ સારા લીડર બનાવે છે.
મેં મારી મમ્મી, એટલે કે મહિલા સશક્તિકરણની ચેમ્પિયન, શ્રીમતી નીતા અંબાણીને વારંવાર એવું કહેતા સાંભળ્યાં છે કેઃ “તમે એક પુરુષને સશક્ત બનાવશો તો તે એક પરિવારનું પાલનપોષણ કરશે. પરંતુ તમે એક મહિલાને સશક્ત બનાવશો તો તે આખા ગામનું પાલનપોષણ કરશે.”
મારું માનવું છે કે મારી મમ્મી જે કહે છે તે સાચું છે. સ્ત્રીઓ તો જન્મજાત લીડર્સ હોય છે. તેમની નિઃસ્વાર્થ ભાવના જ તેમને વધુ સારી લીડર્સ બનાવે છે. માટે, મહિલાઓને લીડરશીપની ભૂમિકાથી વંચિત રાખીને આપણે વાસ્તવમાં આપણી જાતને આપણી સંપૂર્ણ ક્ષમતાને બહાર લાવવાની તકથી વંચિત રાખીએ છીએ.
સમાન સહભાગીતા માટે આપણાં સ્ટેમ અભ્યાસક્રમને સુદૃઢ બનાવવો મહત્ત્વપૂર્ણ છે. આપણે આપણી શિક્ષણ સામગ્રીને તમામ પક્ષપાતથી મુક્ત તેમજ બંને જાતિ માટે એકસમાન બનાવવાનું સુનિશ્ચિત કરવા જાતિગત સમાનતા નિષ્ણાતો સાથે પરામર્શ કરવો જ પડશે.
આપણા વિઝનરી વડાપ્રધાન, શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં, સરકાર પણ કોર્સમાં જરૂરી ફેરફારો તેમજ સુધારા કરી રહી છે, અને તેના પરિણામો આપણી સામે છે. છેલ્લા એક દાયકામાં ટેક વર્કફોર્સમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં 6%ની વૃદ્ધિ જોવા મળી છે. ચાલો, આપણે આપણા સામાજિક માળખા અને શૈક્ષણિક પ્રણાલિમાં આમૂળ પરિવર્તન લાવીને તેને વધુ સમાવિષ્ટ બનાવીએ.
સ્ટેમ અને આઇસિટી દ્વારા મહિલાઓને સશક્ત બનાવીને, આપણે મહિલાઓની અંદર ધરબાયેલી ક્ષમતાઓને બહાર લાવવાની સાથે તેમની આખી એક નવી પેઢીને ચોથી ઔદ્યોગિક ક્રાંતિના આ યુગમાં નેતૃત્ત્વ માટે પ્રેરિત કરી શકીએ છીએ. તો ચાલો, આ કોન્ફરન્સને આપણે એક નવી શરૂઆત તરીકે અંકિત કરીએ જેના થકી નવેસરથી પ્રયાસો હાથ ધરીને આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે દરેક યુવા મહિલાને સ્ટેમ અને આઇસિટીમાં તેના સ્વપ્નોને સાકાર કરવા પર્યાપ્ત તક અવશ્ય મળે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech