સોમવારથી કોલેજોમાં ૪૦ કોર્સની પરીક્ષા: ૬૩૫૫૦ વિધાર્થીઓ

  • April 13, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા આગામી તારીખ ૧૫ થી બીએ બીકોમ સહિતની જુદા જુદા કોષની ૪૦ જેટલી પરીક્ષાઓ શ થઈ રહી છે અને તેમાં ૬૩૫૫૦ વિધાર્થીઓ નોંધાયા છે. પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ અટકાવવા માટે સ્કવોડની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર ખાસ કંટ્રોલમ ઊભો કરવામાં આવ્યો છે અને ત્યાં બેઠા બેઠા સૌરાષ્ટ્ર્રભરની કોલેજોમાં ચાલતી પરીક્ષાની વર્ગખંડની લાઇવ ગતિવિધિઓ નિહાળી શકાશે.

આ પરીક્ષામાં સૌથી વધુ વિધાર્થી ઓ બી એ રેગ્યુલરમાં ૧૫૦૧૨ અને બીકોમ રેગ્યુલરમાં ૧૬૭૧૦ નોધાયા છે. મોટાભાગની પરીક્ષાઓ સેમેસ્ટર બે અને ચારની છે પરંતુ આમ છતાં સીસીડીટીમાં સેમેસ્ટર એક ની પરીક્ષા પણ રાખવામાં આવી છે અને તેમાં ૨૦ પરીક્ષાર્થી નોંધાયા છે. સૌથી ઓછા પાંચ પરીક્ષાર્થી બીએઆઇડીમાં નોંધાયા છે.
છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ પ્રશ્નપત્ર મોકલવાની સમગ્ર પદ્ધતિ બદલી નાખી છે. કવેશ્ચન પેપર ડીસ્ટિ્રબ્યુશન સિસ્ટમ મારફતે ઓનલાઈન પેપર કાઢવામાં આવે છે અને તેનું ડિસ્ટ્રીબ્યુશન પણ દરેક કોલેજને ઓનલાઈન કરવામાં આવતું હોવાથી કરોડો પિયાનો ટેકસીનો ખર્ચેા બચી ગયો છે. આવી જ રીતે દરેક કોલેજને વોટર આઇડી આપવામાં આવી હોવાથી યારે પેપર લીકેજના કે તેવા પ્રશ્નો ઊભા થાય ત્યારે કઈ કોલેજમાંથી આમ બન્યું છે તે ગણતરીની મિનિટોમાં જાણી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application