દર વર્ષે લોકો 132 કલાક તો ટ્રાફિક જામમાં જ વિતાવે છે

  • January 03, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટ્રાફિકના સંદર્ભમાં, કણર્ટિકનું બેંગલુરુ એશિયાના સૌથી ધીમા શહેરોમાં પ્રથમ સ્થાને છે, જ્યારે મહારાષ્ટ્રનું પૂણે બીજા સ્થાને છે. ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ 2023ના રિપોર્ટ અનુસાર, બેંગલુરુના રસ્તાઓ પર 10 કિલોમીટરની મુસાફરી કરવામાં 28 મિનિટથી વધુ સમય લાગે છે. તેના આધારે એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે ત્યાંના લોકો ભીડના સમયમાં વાર્ષિક 132 કલાક ટ્રાફિક જામમાં અટવાઈ જાય છે. પુણેમાં રોડ પર 10 કિલોમીટરની મુસાફરી કરવામાં 27 મિનિટ 50 સેક્ધડનો સમય લાગે છે. બેંગલુરુ અને પુણે ભારતના ટેક શહેરો છે.
ટોમટોમ ટ્રાફિક ઈન્ડેક્સે 55 દેશોના 387 શહેરોના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ શહેરોનું મુલ્યાંકન સરેરાશ મુસાફરી સમય, ઇંધણ ખર્ચ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઉત્સર્જનના આધારે કરવામાં આવ્યું હતું. કણર્ટિકની રાજધાની બેંગલુરુ દેશનું સૌથી મોટું ટેક સિટી છે. ત્યાંની વસ્તી ઝડપથી વધી રહી છે. ટ્રાફિક મેનેજમેન્ટના અનેક પ્રયાસો છતાં વહીવટીતંત્ર ટ્રાફિક જામને નિયંત્રિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.
ટોમટોમ ટ્રાફિક ઈન્ડેક્સ અનુસાર, બ્રિટનની રાજધાની લંડનમાં વિશ્વમાં સૌથી વધુ ટ્રાફિક જામ થાય છે. એટલે કે ટ્રાફિકની દ્રષ્ટિએ તે વિશ્વનું સૌથી ધીમું શહેર છે. લંડનના રસ્તાઓ પર 10 કિલોમીટરની મુસાફરી કરવામાં 37 મિનિટ 20 સેક્ધડનો સમય લાગે છે. ત્યાંના લોકો વાર્ષિક 148 કલાક ટ્રાફિક જામમાં વિતાવે છે.

એશિયામાં સૌથી ખરાબ ટ્રાફિક સમસ્યા
શહેરની મુસાફરીનો સમય (મિનિટમાં) પ્રતિ 10 કિ.મી
1. બેંગલુરુ (ભારત) - 28.10
2. પુણે (ભારત) - 27.50
3. મનીલા (ફિલિપાઈન્સ) - 27.20
4. તાઈચુંગ (તાઇવાન) - 26.50
5. સપોરો (જાપાન) - 26.50
6. કાઓસિયંગ (તાઇવાન) - 26.00
7. નગોયા (જાપાન) - 24.20
8. જકાર્તા  (ઇન્ડોનેશિયા) - 23.20





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application