વિશ્વમાં દર સેકન્ડે બંજર બની રહી ચાર ફૂટબોલ મેદાનો જેટલી જમીન

  • June 17, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માનવીય ભૂલોને કારણે જળવાયુ પરિવર્તન વેગવંતુ બન્યું, હવે પ્રકૃતિ આબોહવા પરિવર્તનના નામે તેની કિંમત ચૂકવી રહી છે. વિશ્વની વસ્તીનો મોટો ભાગ તેના ખોરાક અને અન્ય જરૂરિયાતો માટે જમીનની ફળદ્રુપતા પર નિર્ભર છે. પરંતુ હવે તે ઝડપથી ઘટી રહ્યું છે. રવિવારે જ યુનાઈટેડ નેશન્સે માહિતી આપી છે કે ચાર ફૂટબોલ મેદાન જેટલી જમીન દર સેક્ધડે બંજર બની રહી છે, એટલે કે દર વર્ષે લગભગ 100 મિલિયન હેક્ટર જમીનની અધોગતિ થઈ રહી છે. અત્યાર સુધીમાં લગભગ 40 ટકા પૃથ્વીનું ધોવાણ થઈ ગયું છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, રણ અને દુષ્કાળને કારણે વિશ્વભરમાં લાખો લોકોના વિસ્થાપ્નનું જોખમ છે. કારણ કે સ્વસ્થ જમીન 95 ટકા માનવ ખોરાક જ નહીં, પણ રોજગાર અને આશ્રય પણ પૂરી પાડે છે.

17 જૂનના રોજ ’વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રાફ્ટ’ પહેલા, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું, જે આપણને જીવંત રાખે છે તે પૃથ્વીનો આપણે નાશ કરી રહ્યા છીએ. આ વર્ષની થીમ છે, યુનાઈટેડ ફોર ધ લેન્ડ, આપણો વારસો, આપણું ભવિષ્ય. જેનો મુખ્ય કાર્યક્રમ બોન, જર્મનીમાં યોજાશે. રણ અને દુષ્કાળની સ્થિતિ બંને એકબીજાના પૂરક છે. જ્યાં જમીનનું વધુ રણીકરણ હશે ત્યાં દુષ્કાળની સ્થિતિ વધુ ગંભીર હશે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, 2000 થી દર વર્ષે, 55 મિલિયન લોકો દુષ્કાળથી પ્રભાવિત થાય છે, જે પહેલા કરતા 29 ટકા વધુ છે. 2050 સુધીમાં, વિશ્વની ત્રણ ચતુર્થાંશ વસ્તી દુષ્કાળથી પ્રભાવિત થવાની ધારણા છે.ભારતમાં રણીકરણ રોકવાની પહેલમાં કેટલાક જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે જેમાં નેશનલ ગ્રીન ઈન્ડિયા મિશન ક્ષતિગ્રસ્ત ઈકોસિસ્ટમને પુન:સ્થાપિત કરવામાં મદદ કરશે. રાષ્ટ્રીય વનીકરણ કાર્યક્રમ વર્ષ 2000માં શરૂ કરવામાં આવ્યો હતો. નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર દ્વારા કૃષિ પદ્ધતિઓમાં સુધારો થઈ રહ્યો છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજના દ્વારા જમીનની ગુણવત્તા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

100 વર્ષમાં સહારામાં 10 ટકાનો વધારો થયો
નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર, વિશ્વના સૌથી મોટા રણ એવા સહારામાં છેલ્લા 100 વર્ષમાં 10 ટકાનો વધારો થયો છે. હવે તે દર વર્ષે સાડા 7 ચોરસ કિલોમીટરથી વધુ ઝડપથી ફેલાવા લાગ્યું છે. માત્ર સહારા જ નહીં, વિશ્વના તમામ મોટા રણમાં વિસ્તરણ જોવા મળી રહ્યું છે. ચીન અને મંગોલિયામાં ફેલાયેલા ગેબી રણનો વિસ્તાર દર વર્ષે લગભગ 6 હજાર ચોરસ કિલોમીટર વધી રહ્યો છે.

ભારતમાં 30 ટકા જમીન છે બંજર

સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ એન્વાયરમેન્ટ-2017 અનુસાર, લગભગ 30% ભારત ઉજ્જડ બની ગયું છે અથવા રણ બનવાની આરે છે. દેશના કુલ ભૌગોલિક વિસ્તાર 328.72 મિલિયન હેક્ટરમાંથી 94.4 મિલિયન હેક્ટર રણ બની ગયો છે. વરસાદ અને સપાટીના વહેણને કારણે માટીના સ્તરને નુકસાન થાય છે. તે 10.98 ટકા રણ માટે જવાબદાર છે. રણીકરણના ઘણા ગેરફાયદા છે, જેમાં પયર્વિરણીય અસરો જેવી કે, વનસ્પતિનું નુકશાન, જમીનનું ધોવાણ અને ફળદ્રુપતામાં ઘટાડો જેવી સમસ્યાઓ થાય છે. આ ઉપરાંત આર્થિક અસરમાં કૃષિ ઉત્પાદકતાને અસર થાય છે, જેના કારણે ખાદ્ય સુરક્ષામાં ઘટાડો થાય છે અને ગરીબીમાં વધારો થાય છે. સામાજિક અસર તરીકે લોકો વધુ ફળદ્રુપ જમીનની શોધમાં સ્થળાંતર કરતા હોવાથી વસ્તીનું વિસ્થાપ્ન થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News