મેકઅપ કરતા પહેલા ક્યારેય એક્સપાયરી ડેઇટ પર ધ્યાન આપ્યું? બેદરકારીના કારણે થઇ શકે છે ત્વચાને નુકસાન

  • May 20, 2024 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેકઅપ સુંદરતામાં વધારો કરી શકે છે. મોટાભાગની છોકરીઓ મેકઅપ કરવાનું પસંદ કરે છે. ઘણી વખત મહિલાઓ મેક-અપ તો કરે છે પરંતુ તેની પ્રોડક્ટની એક્સપાયરી ડેટ ભૂલી જાય છે અને ભૂલથી એક્સપાયર થઇ ગયેલી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી રહે છે. મેકઅપ ઉત્પાદન જોઇને તે એક્સપાયર થઇ ગયા છે કે નહી  તેનું અનુમાન લગાવવું મુશ્કેલ  છે. એક્સપાયર થયેલા મેકઅપનો ઉપયોગ કરવાથી શું થાય છે અને ક્યે પ્રોડક્ટ બગડી જાય છે તે જાણવું જરૂરી છે.


એક્સપાયર થયેલા મેકઅપનો ઉપયોગ કરવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ થઈ શકે છે જેમ કે બળતરા, સોજો, ખીલ અને ચેપ પણ. આવું એટલા માટે થાય છે કારણ કે એક્સપાયર થયેલા ઉત્પાદનોમાં બેક્ટેરિયા, મોલ્ડ અને અન્ય હાનિકારક બેક્ટેરિયા હોઈ શકે છે, જેનો ઉપયોગ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

મેકઅપ પ્રોડક્ટ ક્યારે ખરાબ થાય છે?


માત્ર જોઈને જ પ્રોડક્ટ ક્યારે એક્સપાયર થઈ ગઈ છે કે નહીં તે જાણવું મુશ્કેલ છે. જો કે, કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને જાણી શકાય છે કે મેકઅપને ખરબ થયો છે કે નહી.


-મસ્કરા અને લિક્વિડ આઈલાઈનર સામાન્ય રીતે ત્રણ મહિના સુધી વાપરવા માટે સલામત માનવામાં આવે છે. આંખોની નજીક વપરાતી લિક્વિડ પ્રોડક્ટ્સ બેક્ટેરિયા ફેલાવવાનું જોખમ વધારે છે.


- પેન્સિલ સ્ટાઈલ આઈલાઈનર, જેલ આઈલાઈનર અને લિપ પેન્સિલનો ઉપયોગ એક વર્ષ સુધી કરી શકાય છે.


- પાણી આધારિત ફાઉન્ડેશન સામાન્ય રીતે એક વર્ષ માટે સારું રહે છે, જ્યારે ઓઈલ બેઇઝ ફાઉન્ડેશન લગભગ 18 મહિના સુધી સારું રહે છે.


- ક્રીમ બેઇઝ ફાઉન્ડેશન અથવા બ્લશ દર છ મહિને એક વર્ષ બદલો.


- લિપસ્ટિક એક થી બે વર્ષ સુધી સારી રહે છે અને લિપ ગ્લોસનો ઉપયોગ છ મહિનાથી એક વર્ષ સુધી કરી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application