સૌરાષ્ટ્ર્રનો સૌથી મોટો લોકમેળો ગણાતા રાજકોટના મેળાને આ વખતે કોઈને કોઈ ગ્રહણ લાગી રહ્યું હોય તેમ મેળાની કામગીરી ચકડોળે ચડી છે. મેળામાં નાના સ્ટોલના ડ્રો થઈ ગયા પરંતુ છેલ્લ ા ત્રણ દિવસથી આઈસ્ક્રીમ અને મોટી રાઈડસના પ્લોટની હરાજી થઈ શકતી નથી. નિયમોને લઈને તત્રં અને ધંધાર્થીઓ વચ્ચે કોકડું ગુંચવાયેલું છે. આજે સાંજે કલેકટર અને ઉચ્ચ અધિકારીઓની મળનારી બેઠકમાં કોઈ વચલો રસ્તો નીકળે તેવી સંભાવના છે. જો બન્ને પક્ષે હકારાત્મક વલણ રહેશે તો આવતીકાલે સ્ટોલ–પ્લોટની હરાજી શકય બનશે.
રાજકોટમાં અિકાંડની દુર્ઘટનાને લઈને આ વખતે ૨૫ વર્ષથી યોજાતા રાજકોટના લોકમેળામાં સલામતી તરફે વધુ ધ્યાન દેવાયું છે અને રાઈડસ માટે નિયમો કડક બનાવાયા છે. આવી જ રીતે આઈસ્ક્રીમ અને અન્ય ખાણીપીણીના મોટા સ્ટોલ માટે એડવાન્સ જીએસટી ભરવા માટેનો નિયમ મુકાયો છે જેને લઈને રાઈડસ ધારકો સાથે ખાણીપીણીના સ્ટોલ માટે અરજી કરનારાઓમાં પણ નારાજગી છે. જેથી આ હરાજી પણ થઈ નથી. રાઈડસ માટે ફાઉન્ડેશન, ઈજનેરની ચકાસણી, પ્રમાણપત્રો સહિતના નિયમો મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત એક પ્લોટમાં એક રાઈડસ રાખવાનું પણ આ વખતે જાહેર કરાયું છે.
રાઈડસ ધારકો ફાઉન્ડેશન, સર્ટીફીકેટ તથા એક પ્લોટમાં એક રાઈડ રાખવાના નિયમથી નારાજ તો છે સાથોસાથ આવડો મોટો ખર્ચ કરે તો પણ રાઈડસનો ભાવમાં કોઈ વધારો નથી જાહેર કરાયોે જેને લઈને ડબલ ખોટ પડશે તેમ માનીને રાઈડસના પ્લોટ માટેની હરાજીમાં કોઈ રસ દાખવ્યો નથી. નિયમ હળવા કરવા માટેની માગણી દોહરાવાઈ છે. આખરી નિર્ણય કલેકટરના હાથમાં હોવાથી ગઈકાલે પણ રાઈડસ ધારકોએ કલેકટર તંત્રમાં એ જુની જ રજુઆત અને માગણી દોહરાવી હતી અને જો નિયમમાં છૂટછાટ આપવામાં નહીં આવે તો મેળામાં રાઈડસ મુકશે નહીં તેવી વાત પર અડગ રહ્યા છે. આજે કલેકટર અને અન્ય મેળાના આયોજન સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓની સાથે સાંજે બેઠક મળશે. આ બેઠકમાં નિયમ હળવા થશે કે નહીં ? તે નિર્ણય લેવાય તેવી સંભાવના દેખાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech