લગ્નના દિવસે પણ કન્યાને તેની માતાએ માર્યો માર! બેન્ડ પર કરી રહી હતી ડાન્સ

  • September 22, 2024 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોશિયલ મીડિયાની ખાસિયત એ છે કે તેને ખોલીને જોવા બેસો તો ક્યારેક ખરાબ મૂડ પણ તરત સારો થઈ જાય છે. ખાસ કરીને જો લગ્નના વીડિયો જોશો તો કંઈક રસપ્રદ જોવા મળશે જ. આવો જ એક ફની વીડિયો અત્યારે વાયરલ થયો છે.


 


કહેવાય છે કે બાળકો ગમે તેટલા મોટા થાય પણ બાળકો હંમેશા માની પાસે હંમેશા બાળક જ રહે છે. આ જ કારણ છે કે એક માતાએ પોતાની દીકરીને તેના લગ્નના દિવસે પણ માર માર્યો હતો. જ્યારે તેણીએ આવી ભૂલ કરી હતી. તેણે ન તો મહેમાનોનું ધ્યાન રાખ્યું કે ન દિવસ. જયારે દીકરીને લોકોની સામે ડાન્સ કરતી જોઈ તો તરત જ તેને મારીને લઈ જવામાં આવી હતી.


 


વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સુંદર કપડા પહેરેલી દુલ્હન બેન્ડની બીટ પર ડાન્સ કરવા લાગે છે. તેની આસપાસ ઉભેલા લોકો પણ તેને જોઈ રહ્યા છે. દુલ્હનના મૂડમાં આવતાની સાથે જ તેની માતા ત્યાં પહોંચી જય છે. દીકરીને જોઈને ગુસ્સે થયેલી માતા તેને બધાની સામે માર મારીને ઠપકો આપે છે અને પછી તેને પોતાની સાથે ખેંચીને ત્યાંથી જતી રહે છે. રસપ્રદ વાત એ છે કે છોકરીને પણ તેની માતાની મારપીટનું ખરાબ નથી લાગતું.


 


આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર event_mahwa નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 4.2 મિલિયન એટલે કે 42 લાખથી વધુ લોકોએ જોયો છે અને હજારો લોકોએ તેને લાઈક કર્યો છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે આ અંગેની કોમેન્ટ. કેટલાક યુઝર્સે કહ્યું- મમ્મીએ સાચું કર્યું. જ્યારે કેટલાક યુઝર્સે કહ્યું કે તેણે તેનું આ રીતે અપમાન ન કરવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News