EVM પહેલા પણ ઇલોન મસ્કએ AI, ChatGPT અને વિન્ડોઝ પર ઉઠાવ્યા છે સવાલ

  • June 17, 2024 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈલોન મસ્કના વિચારો ઘણીવાર દુનિયામાં ચર્ચાનો વિષય બને છે પરંતુ આ વખતે ઈવીએમને લઈને તેમના નિવેદને બધાનું ધ્યાન ખેંચ્યું છે. વિશ્વના સૌથી અમીર લોકોમાંથી એક એલોન મસ્કે શનિવારે મોડી રાત્રે X પ્લેટફોર્મ (ટ્વિટર) પર એક પોસ્ટ કરી અને EVM પર ગંભીર સવાલો ઉઠાવ્યા.


ઈવીએમને લઈને ઈલોન મસ્કે કહ્યું કે આપણે તેને હટાવી દેવું જોઈએ. તેણે પોસ્ટમાં એમ પણ લખ્યું કે તેને માણસ અને AIની મદદથી તેને હેક કરી શકાય છે. ત્યાર પછી ભારતીય રાજકારણમાં EVMનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ ઈવીએમને બ્લેક બોક્સ ગણાવ્યું હતું.

બીજેપી નેતા રાજીવ ચંદ્રશેખરે મસ્કને આપ્યો જવાબ


રાહુલ ગાંધી બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રાજીવ ચંદ્રશેખરે પણ ઈલોન મસ્કની પોસ્ટનો જવાબ પોસ્ટ કરીને તેમને આડે હાથ લીધા હતા. તેમણે ભારતીય ઈવીએમને અલગ અને સુરક્ષિત ગણાવ્યા. પરંતુ આ પહેલીવાર નથી કે જ્યારે મસ્ક કોઈ ટેક્નોલોજીની ટીકા કરી હોય, આ પહેલા પણ તેણે ઘણી ટેક્નોલોજીની ટીકા કરી છે.


ઇલોન મસ્કએ AIને ખતરનાક હોવાનું જણાવ્યું


ઇલોન મસ્ક ઘણી વખત એઆઈની પણ ટીકા કરી છે. તેણે AI ના નકારાત્મક પાસાઓ વિશે જણાવ્યું હતું. ગયા વર્ષે તેણે એઆઈ ડેવલપમેન્ટ રોકવાની વાત પણ કરી હતી. મસ્કે કહ્યું કે આ અત્યાર સુધીની સૌથી ખતરનાક ટેક્નોલોજી છે. જે ઘણા લોકોની નોકરીઓ ગુમાવવાનું કારણ બની શકે છે. ઈલોન મસ્ક આ ટેક્નોલોજીને ખૂબ જ ખતરનાક ગણાવીને ChatGPT નિર્માતા OpenAIની લાંબા સમયથી ટીકા કરી રહ્યા છે.

Apple-OpenAI ભાગીદારીને પણ ખોટી ગણાવી


એપલે ગયા અઠવાડિયે WWDC 2024નું આયોજન કર્યું હતું. જેમાં તેણે OpenAI સાથે ભાગીદારીની પણ જાહેરાત કરી હતી. ત્યારે ઇલોન મસ્કે આઇફોન અને એપલના અન્ય ઉત્પાદનો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે આ ઉપકરણની ગોપનીયતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મસ્કે કહ્યું હતું કે જો જરૂર પડે તો તે પોતાની ઓફિસમાં iPhoneની એન્ટ્રી રોકી શકે છે.


વિન્ડોઝ 11ના ફીચરની પણ કરી ટીકા


માઇક્રોસોફ્ટે વિન્ડોઝ 11 માટે રિકોલ નામની સુવિધાની જાહેરાત કરી છે. આ ફીચર એ ફોટોગ્રાફિક મેમરી ફીચર છે. જે તમારા કોમ્પ્યુટરની દરેક પ્રવૃત્તિને યાદ રાખવા માટે AI નો ઉપયોગ કરે છે. એલોન મસ્કે આ ફીચરને બ્લેક મિરર એપિસોડ ગણાવ્યું હતું અને તેની ટીકા પણ કરી હતી. બ્લેક મિરર એ સાયન્સ ફિક્શન સીરીઝ છે. જે નેટફ્લિક્સ સીરીઝ છે. તે દર્શાવે છે કે કેવી રીતે ટેકનોલોજી અરાજકતા સર્જી શકે છે.


તેમની પોસ્ટમાં ઇલોન મસ્કએ માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાની એક વિડિયો ક્લિપ પણ ફરીથી પોસ્ટ કરી. જેમાં તેઓ ભવિષ્યના વિન્ડોઝ પીસી વિશે વાત કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News